જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા બંધારણના આર્ટિકલ 370ને હટાવ્યા બાદ વિપક્ષ દળ મોદી સરકારની આલોચના કરી રહ્યા છે. ઓલ ઇન્ડિયા મઝલિસ એ ઇત્તાહુદુલ મુસ્લિમિન ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આર્ટિકલ 370ને લઇને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા. જેમાં તેઓએ કહ્યું કે જેવી રીતે કાશ્મીરમાં કર્ફ્યૂ અને પ્રતિબંધ લગાવ્યા છે. તેનાથી સ્થિતિ વધુ ખરાબ થઇ છે. AIMIM ચીફે કહ્યું કે મને વિશ્વાસ છે કે એક દિવસ મને પણ ગોળી મારી દેવામાં આવશે. દેશમાં ગોડસેના સંતાનો આવું કરી શકે છે.
ઓવૈસીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું. કાશ્મીરમાં હાલ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. ત્યાં ન તો ફોન ચાલુ છે અને ન તો લોકોને ઘરની બહાર નીકળવાની અનુમતી અપાતી. પીએમ મોદીએ બંધારણીય પ્રક્રિયા અંતર્ગત નિર્ણય લેવો જોઇએ અને ત્યાંથી કર્ફ્યૂ હટાવવું જોઇએ.
Asaduddin Owaisi, AIMIM on allegations levelled against him for helping Pakistan in spreading rumours: Mujhe yakeen hai ki ek din mujhe koi goli bhi maar dega. Mujhe yakeen hai ki Godse ki jo aulaad hai vo mujhe aisa kar sakte hain. Hamare mulk mein abhi bhi Godse ki aulaad hain. pic.twitter.com/FFNkRjEtFe
ઓવૈસીએ કહ્યું કે હું નાગાલેન્ડ, મિઝોરમ, મણીપૂર, આસામ અને હિમાચલ પ્રદેશના લોકોને કહેવા માગુ છું કે તેમની સાથે પણ આવું થઇ શકે છે. જે કાશ્મીર સાથે થયું છે. જ્યારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે તેમના પર આરોપ લાગી રહ્યાં છે કે તેમના ભાષણમાં પાકિસ્તાનને મદદ મળે છે, તે જવાબમાં ઓવૈસીએ કહ્યું કે આરોપ લગાડનારા ખુદ દેશ વિરોધી છે અને મને એન્ટી નેશનલ કહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર