Home /News /national-international /VIDEO: 50 વર્ષના થયા અને તમને ઠંડી નથી લાગતી, શું કંઈ ભૂત છો તમે? ઓવૈસીએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી

VIDEO: 50 વર્ષના થયા અને તમને ઠંડી નથી લાગતી, શું કંઈ ભૂત છો તમે? ઓવૈસીએ રાહુલ ગાંધીની મજાક ઉડાવી

aimim chief asaduddin owaisi

ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દુલ મુસ્લિમીન પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી.

    હૈદરાબાદ: ઓલ ઈંડિયા મજલિસે ઈત્તેહાદ્દુલ મુસ્લિમીન પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી. તેમણે પુછ્યું કે, તેમણે જો પોતાની જાતને મારી નાખી હોય, તો ભારત જોડો યાત્રામાં શું તેમનું ભૂત ચાલી રહ્યું છે. શું તે જિન્ન છે. ઓવૈસીની આ ટિપ્પણી રાહુલ ગાંધીએ હાલમાં જ આપેલા પોતાના નિવેદનના સંદર્ભમાં છે, જેમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ફક્ત લોકોના દિમાગમાં છે, પણ મેં રાહુલ ગાંધીને બહું પહેલા મારી નાખ્યો છે.

    અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસની આ હાલત છે. એક 50 વર્ષનો વ્યક્તિ કહે છે કે, તેણે ઠંડીને મારી નાખી. તેણે ખુદને મારી નાખ્યો. તું છું છો તો પછી? જિન્ન છો? જો તમે ખુદને મારી નાખ્યા હોય તો, ભારત જોડો યાત્રામાં નીકળી રહેલો વ્યક્તિ કોણ છે? જો હું આવું કંઈ કહું તો, લોકો કહેતા મારુ ચસકી ગયું છે.
    " isDesktop="true" id="1320077" >

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મેં રાહુલ ગાંધીને મારી નાખ્યો છે


    હાલમાં જ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન ભારત જોડો યાત્રામાં તેમની છબી બદલવા વિશે પુછ્યું હતું. એક પત્રકારના સવાલનો જવાબ આપતા કોંગ્રેસ સાંસદે કહ્યું કે, રાહુલ ગાંધી આપના દિમાગમાં છે. મેં તેને બહુ પહેલા મારી નાખ્યો છે. જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છે, તે રાહુલ ગાંધી નથી. થોડો હિન્દુ ધર્મનું અધ્યયન કરો.

    ઓવૈસીએ મોહન ભાગવતની ટિપ્પણી પર પણ નિશાન સાધ્યું


    પોતાના ભાષણમાં ઓવૈસીએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે હાલમાં આપેલી ટિપ્પણી પર પણ નિશાન સાધ્યું હતું, જેમા તેમણે કહ્યું હતું કે, મુસલમાનોએ ડરવાની જરુર નથી, પણ તેમને વર્ચસ્વ અને શ્રેષ્ઠતાની ભાવના છોડી દેવી જોઈએ. એ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. હૈદરાબાદના સાંસદે કહ્યું કે, હું એક ગર્વિત મુસ્લિમ છું અને મને એ વાતનો ગર્વ છે કે, ઈસ્લામના 1300 વર્ષની શાનદાર પરંપરા મારી વિરાસત છે. હું આ વિરાસતનો એક નાનો એવો ભાગ પણ ખોવા માટે તૈયાર નથી. તેની રક્ષા કરવી તે મારુ કર્તવ્ય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Asaduddin Owaisi, Rahul gandhi latest news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन