Home /News /national-international /

VIDEO: Hijab વિવાદ પર ઓવૈસી: 'હું રહું કે ના રહું, એક દિવસ હિજાબ પહેરેલી છોકરી વડાપ્રધાન બનશે'

VIDEO: Hijab વિવાદ પર ઓવૈસી: 'હું રહું કે ના રહું, એક દિવસ હિજાબ પહેરેલી છોકરી વડાપ્રધાન બનશે'

અસદુદ્દીન ઓવૈસીની ફાઇલ તસવીર

Hijab controversy : ઓવૈસીએ યુપીમાં એક રેલીમાં એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓ કોઈપણ ડર વગર હિજાબ પહેરી શકે છે.

    નવી દિલ્હી: કર્ણાટકમાં હિજાબના (hijab controversy) વિવાદને લઈને રાજકીય ગલિયારાઓમાં પારો ગરમ છે. આ મામલે કર્ણાટકથી લઈને ગુજરાત સુધી દેખાવો થઈ રહ્યા છે. આ મામલો સતત વધી રહ્યો હોવાનું જણાય છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) હિજાબને લઈને નવું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'હું જીવું કે ન જીવું, એક દિવસ હિજાબ પહેરેલી છોકરી વડાપ્રધાન બનશે.'

    ઓવૈસીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે હિજાબના મામલે બોલી રહ્યા છે. આમાં તે એમ કહેતા સાંભળી શકાય છે કે, 'અમે અમારી દીકરીઓને ઈન્શા અલ્લાહ, જો તેઓ કહે કે, અબ્બા-અમ્મી હું હિજાબ પહેરીશ, તો અબ્બા-અમ્મી પણ કહેશે કે, બેટા પહેરો, તમને કોણ રોકે છે આપણે જોઈશું. હિજાબ પહેરશે, નકાબ પહેરીને કોલેજ પણ જશે. કલેક્ટર પણ બનશે. તમે ડૉક્ટર પણ બનશો, બિઝનેસમેન પણ બનશો, SDM પણ બનશો. અને કાનપુરના લોકો, તમે યાદ રાખજો કે, હું જીવિત રહીશ કે નહીં, એક દિવસ આ દેશની બાળકી હિજાબ પહેરીને વડાપ્રધાન પણ બનશે.

    તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ ઓવૈસી હિજાબના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, ભારતનું બંધારણ ચાદર ઓઢવાનો, નકાબ પહેરવાનો કે હિજાબ પહેરવાનો અધિકાર આપે છે. પુટ્ટસ્વામીના નિર્ણયનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, પુટ્ટસ્વામીનો નિર્ણય તમને આ કરવાની મંજૂરી આપે છે. આ આપણા લોકોની ઓળખ છે. તેમણે કહ્યું હતું કે, 'હું તે છોકરીને સલામ કરું છું જેણે તે છોકરાઓને જવાબ આપ્યો. ઓવૈસીએ યુપીમાં એક રેલીમાં એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ મહિલાઓ કોઈપણ ડર વગર હિજાબ પહેરી શકે છે.



    બીજી તરફ, પોલીસે શનિવારે ગુજરાતના જુદા જુદા શહેરોમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓના વર્ગોમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની ના પાડવા સામે ગુજરાતના વિવિધ શહેરોમાં વિરોધને નિષ્ફળ બનાવવા પોલીસે આ પગલું ભર્યું હતું.

    આ પણ વાંચો - Sarojini Naidu Birthday: 'ભારત કોકિલા' સરોજિની નાયડુને શા માટે સમર્પિત છે રાષ્ટ્રીય મહિલા દિવસ?

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરતમાં વિરોધના સમાચાર સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયા પછી મોટી પોલીસ દળ તૈનાત કરવામાં આવી હતી, જ્યારે હિજાબના સમર્થનમાં સહી ઝુંબેશ શરૂ કરવામાં આવે તે પહેલા અમદાવાદમાં AIMIMના ઘણા કાર્યકરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: AIMIM, Hijab row

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन