PM મોદીએ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કરી અપીલ, કહ્યું- 72 કલાક વાળો ફોર્મૂલા અપનાવો

News18 Gujarati
Updated: August 11, 2020, 2:13 PM IST
PM મોદીએ રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કરી અપીલ, કહ્યું- 72 કલાક વાળો ફોર્મૂલા અપનાવો
જો 72 કલાકમાં કેસની ઓળખ થઈ જાય છે તો જીવ બચાવી શકાય છે: વડાપ્રધાન મોદી

જો 72 કલાકમાં કેસની ઓળખ થઈ જાય છે તો જીવ બચાવી શકાય છે: વડાપ્રધાન મોદી

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના સંકટ (Corona Crisis)ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી. આ દરમિયાન તેઓએ કહ્યું કે, જેમ-જેમ સમય પસાર થઈ રહ્યો છે. મહામારી (Pandemic) પોતાનું રૂપ બદલી રહ્યું છે અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, બિહાર (Bihar), ગુજરાત (Gujarat) અને તેલંગાના (Telangana) જેવા રાજ્યોમાં ટેસ્ટિંગને વધારવાની જરૂર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક્સપર્ટ્સ પણ એ વાતને સામે રજૂ કરી રહ્યા છે કે જો 72 કલાકમાં કેસની ઓખળ થઈ જાય છે તો જીવ બચાવી શકાય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સતત મળવું જરૂરી છે. કારણ કે મહામારીમાં સમય પસાર થતાં નવી વાતોની જાણ થઇ રહી છે. હવે હૉસ્પિટલો પર દબાણ, સ્વાસ્થ્યકર્મીઓ પર દબાણ, સામાન્ય લોકો પર દબાણ ઊભું થઈ રહ્યું છે. દરેક રાજ્ય પોતપોતાના સ્તરે મહામારીની વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો આજે ટીમ બનીને કામ કરી રહી છે.


પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, હવે આ 72 કલાકના ફોર્મૂલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ હશે તેના 72 કલાકમાં તમામ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યૂપીમાં સ્થિતિ ડરાવનારી હતી, પરંતુ હવે ટેસ્ટિંગ વધ્યા બાદ સ્થિતિ સુધરી છે.

આ બેઠકમાં કોરોનાથી પ્રભાવિત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાના અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સામેલ થયા. બેઠકમાં મુખ્યમંત્રીઓ ઉપરાંત રાજ્યોના મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવો પણ હાજર છે. મુખ્યમંત્રી પોતપોતાના રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિની જાણકારી આપી.

આ પણ વાંચો, કોરોનાના કહેરમાં આંશિક રાહતઃ 24 કલાકમાં 53,601 નવા કેસ નોંધાયા, 871  દર્દીનાં મોત

નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર તરફથી વડાપ્રધાન ઉપરાંત કેબિનેટ સચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પણ બેઠકમાં સામેલ થયા. પીએમ મોદી કોરોના પ્રભાવિત રાજ્ય પર સતત નજર રાખી રહ્યા છે. આ પહેલા પણ તેઓ અનેકવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા કરી ચૂક્યા છે.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading