સારા સમાચાર : AIIMSના ડાયરેક્ટરે કહ્યું - જાન્યુઆરી સુધી મળી શકે છે વેક્સીનની ઇમરજન્સી એપ્રૂવલ

સારા સમાચાર : AIIMSના ડાયરેક્ટરે કહ્યું - જાન્યુઆરી સુધી મળી શકે છે વેક્સીનની ઇમરજન્સી એપ્રૂવલ
સારા સમાચાર : AIIMSના ડાયરેક્ટરે કહ્યું - જાન્યુઆરી સુધી મળી શકે છે વેક્સીનની ઇમરજન્સી એપ્રૂવલ

ડો. ગુલેરિયાએ જાણકારી આપી કે ત્રીજા ચરણના ટ્રાયલમાંથી પસાર થઈ રહેલી વેક્સીનમાંથી કોઈ એકને એપ્રવુલ મળી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા ભારત માટે સારા સમચાર છે. વર્ષના અંતમાં કે જાન્યુઆરીના શરૂઆતમાં કોરોના વેક્સીન (Corona Vaccine)ની ઇમરજન્સી યુઝ માટે એપ્રૂવલ મળી શકે છે. દિલ્હી- AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ (dr randeep guleria)ગુરુવારે આ વાતની માહિતી આપી છે. ભારતમાં હાલ 6 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ (Phase 3 Trials)ચાલી રહ્યા છે. ખાસ વાત એ છે કે વેક્સીનની રેસમાં આગળ ચાલી રહેલી ફાઇઝરને (Pfizer)બ્રિટને ઇમરજન્સી એપ્રૂવલ આપી દીધી છે.

  ડો. ગુલેરિયાએ જાણકારી આપી કે ત્રીજા ચરણના ટ્રાયલમાંથી પસાર થઈ રહેલી  વેક્સીનમાંથી કોઈ એકને એપ્રવુલ મળી શકે છે. આ એપ્રૂવલ ડિસેમ્બર કે જાન્યુઆરીની શરૂઆતમાં આપવામાં આવી શકે છે. વેક્સીનની મંજૂરી મળ્યા પછી ભારતમાં ટિકા લગાવવાની શરૂઆત કરવામાં આવશે. ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે ડેટા અત્યારસુધી સામે આવ્યા છે એના આધારે કહી શકાય તેમ છે કે વેક્સિન સેફ અને ઈફેક્ટિવ છે. વેક્સિનની સેફ્ટી અને એફિકેસી પર કોઈ સમજૂતી કરાશે નહીં. 70થી 80 હજાર વોલન્ટિયર્સે વેક્સિન લગાવી છે. અત્યાર સુધીમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે આવી નથી. ડેટા જણાવી રહ્યા છે કે શોર્ટ ટર્મ વેક્સિન સુરક્ષિત છે.  આ પણ વાંચો - ડિસેમ્બર મહિનો આવ્યો છતા ગુજરાતમાં હજુ પણ કેમ નથી લાગતી ઠંડી, જાણો કારણ

  ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવિશીલ્ડના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યાં છે. તેને ભારતમાં બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute)ના CEO અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઇમરજન્સી યૂઝ માટેની એપ્રૂવલ લેવા માટે અરજી કરાશે.
  Published by:Ashish Goyal
  First published:December 03, 2020, 17:15 pm

  टॉप स्टोरीज