નવી દિલ્હી: દેશમાં આજે કોરોના વેક્સીનના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વેક્સીનને લઈને લોકોમાં અનેક શંકા હોય છે. આ શંકાઓને દૂર કરવા માટે AIIMS (All India Institute of Medical Sciences)ના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ ટીવી કેમેરા સામે રસી મૂકાવી હતી. ડૉક્ટર ગુલેરિયા દેશમાં કોરોના ટાસ્ક ફોર્સના વડા છે. વડાપ્રધાન મોદીએ આજે કોરોના વેક્સીન અભિયાનની ઔપચારિક શરૂઆત કરાવી હતી.
આજે દિલ્હીની એમ્સ ખાતે કોરોના વાયરસની પ્રથમ રસી મૂકવામાં આવી હતી. આ દરમિયાન એમ્સ ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ પણ વેક્સીન લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- 'અફવા પર ધ્યાન ન આપો, બે ડોઝ જરૂરી'
અફવાથી દૂર રહો: પીએમ મોદી
પીએમ મોદીએ કોરોના રસી અભિયાનનો પ્રારંભ કરાવતા કહ્યુ હતુ કે, આ પ્રસંગે હું વેક્સીન બનાવવા માટે રાત-દિવસ એક કરનારા વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ પીએમ મોદીએ લોકોને રસીકરણ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. આ દરમિયાન પીએમ ભાવુક પણ થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, કારોનામાં આપણા સેંકડો સાથી પરત ન આવી શક્યા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, "કોરોના વાયરસના બે ડોઝ લેવા જરૂરી છે. કોઈ એવી ભૂલ બિલકુલ ન કરે કે એક ડોઝ લઈને બીજો ડોઝ ન લે. આ ઉપરાંત બીજો ડોઝ લીધાના બે અઠવાડિયા બાદ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બને છે. રસી લીધા બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે. હું દેશના લોકોને અપીલ કરી છું કે જેવી રીતે કોરોનાની રસી આવ્યા સુધી ધીરજ રાખી છે તેવી જ ધીરજ રસી લાગી જાય ત્યાં સુધી જાળવી જાળવી રાખે. ભારતની બંને રસી વૈજ્ઞાનિકોની કસોટીમાંથી ખરી ઉતરી છે. આથી આ મામલે અફવા કે દુષ્પ્રચારથી દૂર રહો.
આદર પુનાવાલાએ રસીનો ડોઝ લીધો
ભારતમાં 'કોવિશીલ્ડ' રસી બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO અને માલિક આદર પુનાવાલાએ પણ પ્રથમ દિવસે કોરોના રસીનો ડોઝ લીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:January 16, 2021, 12:54 pm