ચેન્નઈ : ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળ પછી ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ચેન્નઈ પ્રવાસે પહોંચી ગયા છે. તેમના આ પ્રવાસ પછી AIADMK તરફથી ગઠબંધનને લઈને મોટી જાહેરાત સામે આવી છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે આગામી ચૂંટણીમાં AIADMK અને બીજેપીનો સાથ યથાવત્ રહેશે. તમિલનાડુના ડિપ્ટી સીએમ ઓ પન્નીરસેલ્વમે શનિવારે આ જાહેરાત કરી છે.
ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ માટે આયોજિત કાર્યક્રમમાં પન્નીરસેલ્વમે કહ્યું કે ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ અને ભારતીય જનતા પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી સાથે લડશે. તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે એપ્રિલ-મે માં યોજાઈ શકે છે. પોતાના બે દિવસીય પ્રવાસ પર અમિત શાહ બીજેપીના શીર્ષાધિકારીઓ અને જિલ્લા સ્તરીય અધ્યક્ષો સાથે ગંભીર મુદ્દા પર ચર્ચા કરશે.
આ પણ વાંચો - પંજાબમાં સોમવારથી પેસેન્જર ટ્રેન દોડશે, કૃષિ કાનૂનો પર CM અને કિશાન સંગઠનોમાં બની સહમતિ
પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે અમિત શાહના પ્રવાસના એક દિવસ પહેલા શુક્રવારે એક ખાસ મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીએ સીએમ એડાપડ્ડી પલાનીસ્વામીને વિધાનસભા ચૂંટણી 2021 માટે સીએમ પદના ઉમેદવાર માન્યા ન હતા. જોકે ગત મહિને પન્નીરસેલ્વમે આધિકારિક રુપથી જાહેરાત કરી હતી કે પલાનીસ્વામી AIADMKના મુખ્યમંત્રીના ઉમેદવાર હશે.
બીજેપી અને AIADMK વચ્ચે વેત્રીવલ યાત્રાને લઈને તણાવ થયો હતો. રાજ્ય સરકારે કોવિડ-19ના પ્રતિબંધના કારણે યાત્રાની મંજૂરી આપી ન હતી. બીજી તરફ બીજેપી કાર્યકર્તાઓએ 6 નવેમ્બરની યાત્રા યથાવત્ રાખી હતી.
Published by:Ashish Goyal
First published:November 21, 2020, 20:22 pm