Home /News /national-international /

સ્વીડનમાં બિલ્ડિંગ સાથે ટકરાયું એર ઈન્ડિયાનું વિમાન, તમામ 179 પેસેન્જર સુરક્ષિત

સ્વીડનમાં બિલ્ડિંગ સાથે ટકરાયું એર ઈન્ડિયાનું વિમાન, તમામ 179 પેસેન્જર સુરક્ષિત

ઘટનાસ્થળની તસવીર

એર ઈન્ડિયાની ફ્લાઇટે દિલ્હીથી ઉડાણ ભરી હતી, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી

    સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એર ઈન્ડિયાની એક ફ્લાઇટ એરપોર્ટ પર બિલ્ડિંગ સાથે ટકરાઈ ગઈ. આ ફ્લાઇટમાં 179 પેસેન્જર સવાર હતા. હાલ, આ ઘટનામાં કોઈ ઘાયલ થયું હોવાની માહિતી નથી.

    ઘટનાના કારણ વિશે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ મુજબ, તમામ પેસેન્જરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના સ્થાનિક સમય મુજબ, બુધવાર સાંજે 5.45 વાગ્યે થઈ હતી.

    એર ઈન્ડિયાની ફ્લાઇટે દિલ્હીથી ઉડાણ ભરી હતી. તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ફ્લાઇટનો એક હિસ્સો બિલ્ડિંગને અડેલો છે. આજુબાજુમાં પોલીસની અનેક ગાડીઓ ઊભી છે.

    અત્યાર સુધી આ ઘટના પર એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સ્પષ્ટીકરણ નથી આવ્યું.

    આ પણ વાંચો, મુંબઈઃ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળને કારણે સંખ્યાબંધ ફ્લાઇટ લેટ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Airports, Plane accident, Stockholm airport, Sweden, એર ઇન્ડિયા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन