PMને ડર છે કે તેમનાં 'અચ્છે દિન'નો ફુગ્ગો ફૂટી જશે- રાહુલ ગાંધી

ઘણાં લોકોએ આ મુદ્દે ચેતવણીઓ આપી છે છતાં PM મોદી દેશમાં વધી રહેલી બેરોજગારીની સમસ્યા પર આંખ આડા કાન કરી રહ્યાં છે.

ઘણાં લોકોએ આ મુદ્દે ચેતવણીઓ આપી છે છતાં PM મોદી દેશમાં વધી રહેલી બેરોજગારીની સમસ્યા પર આંખ આડા કાન કરી રહ્યાં છે.

  • Share this:
    નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા મુદ્દે ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેનનાં નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ
    ફરી એક વખત પ્રધાનમંત્રી મોદીને આડેહાથે લીધા છે. રાહુલે કહ્યું કે, ઘણાં લોકોએ આ મુદ્દે ચેતવણીઓ આપી છે છતાં PM મોદી દેશમાં વધી રહેલી
    બેરોજગારીની સમસ્યા પર આંખ આડા કાન કરી રહ્યાં છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં ટ્વિટમાં કહ્યું કે, 'નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેને પણ આ વાતની પુષ્ટિ કરી છે કે ભારત સામે સૌથી મોટો પડકારણ વધતી બેરોજગારી છે. દુર્ભાગ્યથી આપણી પાસે એવાં PM છે જે તંદ્રામાં છે. તેમને ડર છે કે તેમનાં 'અચ્છે દિન'નો ફુગ્ગો ફૂટી જશે.'

    રાહુલ ગાંધીની ટ્વિટ

    રાહુલ ગાંધીએ તેમની આ ટ્વિટમાં અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેનનાં ભાષણનો ઉલ્લેખ કર્યો છે. જે તેમણે NEWS18 Rising India Summitમાં આપ્યુ હતું. ક્રુગમેને તેમનાં સંબોધનમાં ભારત વિશે આશા વ્યક્ત કરી છે સાથે સાથે ચિંતા જાહેર કરી છે કે ભારત વૈશ્વીકરણની નવી ઉંચાઇઓ સર કરી શકે છે.. અથવા તો તેણે મોટાપ્રમાણમાં બેરજગારીનો સામનો કરવો પડી શકે છે.



    ભારતની મોટી સંખ્યામાં કામગાર આબાદી તરફ ઇશારા કરતાં નોબલ પુરસ્કાર વિજેતા ક્રુગમેને કહ્યું કે, મોટી સંખ્યામાં પ્રોડક્ટિવ રીતે કામકરનારા લોકોની અર્થવ્યવસ્થાને નવી ઉંચાઇઓ સુધી લઇ જઇ શકે છે. પણ જ્યારે તેમનાં હાથમાં કામ હશે ત્યારે. રાહુલે ઉમેર્યુ કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભારત ઘણો જ પછાત છે. જે તેનાં વિકાસની પ્રક્રિયાથી વિપરીત કામ કરી શકે છે. વધતી જનસંખ્યાને પોષવા માટે જેટલી નોકરીની જરૂર પડે એટલી ભારત દેશમાં નથી. આપણે જનતા માટે નોકરીઓ ઉપલ્બ્ધ કરાવવી પડશે'

    કૃગમેને તેની વાત પર જોર આપતા કહ્યું કે, આપની જનસંખ્યાની વધતી ઉંમરનાં કારણે જાપાન હવે સુપર પાવર નથી. ચીનની પણ આ જ હાલત છે. પણ તેનાંથી વિપરીત ભારતની સ્થિતિ છે. તેથી ભારત એશિયામાં નેતૃત્વ તેનાં હાથમાં લઇ શકે છે. પણ તેનાં માટે ભારતને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિકાસ હશે.

    તે ઉપરતાં ભારતનાં ગ્રોથનાં ત્રણ કારણો જણાવ્યાં છે. જેમાં 'પહેલું કારણ છે બારતની જનસંખ્યા અને તેમનું ક્વોલિફઇકેશન. ભારતમાં ઘણાં સ્માર્ટ, ક્રિએટિવ લોકોનો ભંડાર છે. ઇંગ્લિશની ફ્લુઅંસી જ મહત્વ નથી. આપણી પાસે વિશાળ વર્કિંગ એજ છે.'

    કૃગમેને કહ્યું કે, 'ભારતની પાસે બીજો એડવાન્ટેજ છે કે ભારત હાલમાં પણ એક ગરીબ દેશ છે. અને કટિંગ એજ ટક્નીકથી ઘણી દૂર છે. આ સારી વાત
    નથી. પણ તે આપને કેચ અપની તક આપે છે. જો આપ ટેક્નોલીજીની દ્રષ્ટિએ આગળ છો તો આપ ઇમર્જિંગ એશિયાનાં ગ્રોથ રેટ હાંસિલ નહીં કરી શકે
    છે.'
    Published by:Margi Pandya
    First published: