અહમદનગરઃ પહેલા પત્ની-બે દીકરાઓને આપ્યું મોતનું ઇન્જેક્શન, બાદમાં ડૉક્ટરે કરી લીધી આત્મહત્યા

અહમદનગરઃ પહેલા પત્ની-બે દીકરાઓને આપ્યું મોતનું ઇન્જેક્શન, બાદમાં ડૉક્ટરે કરી લીધી આત્મહત્યા
ગરીબોના ડૉક્ટર તરીકે ઓળખાતા મહેન્દ્ર થોરાટે પત્ની અને બે સંતાનોની હત્યા કરી બાદમાં પોતે પણ જીવ આપી દીધો

ગરીબોના ડૉક્ટર તરીકે ઓળખાતા મહેન્દ્ર થોરાટે પત્ની અને બે સંતાનોની હત્યા કરી બાદમાં પોતે પણ જીવ આપી દીધો

  • Share this:
    સાહેબરાવ કોકણે, અહમદનગર. મહારાષ્ટ્ર (Mahrashtra)ના અહમદનગર જિલ્લા (Ahmedanagar)ના એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે (Doctor) સમગ્ર પરિવારની સાથે આત્મહત્યા કરી લીધી છે. ડૉક્ટરે પોતાની પત્ની અને બે બાળકોની સાથે પોતાનો જીવ પણ આપી દીધો. ડૉકટરનું નામ મહેન્દ્ર થોરાટ (Mahendra Thorat) છે. ડૉક્ટરે પહેલા પોતાની પત્ની અને બંને સંતાનોને ઇન્જેક્શન (Injection) આપીને તેમની હત્યા (Murder) કરી દીધી અને બાદમાં પોતે આત્મહત્યા (Suicide) કરી દીધી. ડૉક્ટરે કેમ આવું પગલું ભર્યું તેનું કારણ જાણવા માટે પોલીસ સઘન તપાસ કરી રહી છે.

    ડૉક્ટરની પત્નીનું નામ વર્ષા, મોટા દીકરાનું નામ કૃષ્ણા અને નાના દીકરાનું નામ કેવલ્ય હતું. મહેન્દ્ર થોરાટને ગરીબોના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવતા હતા. શનિવારે જ્યારે દર્દીઓ ડૉક્ટરના ઘરે સારવાર માટે પહોંચ્યા ત્યારે આત્મહત્યાનો મામલો સામે આવ્યો.



    આ પણ વાંચો, દુલ્હને લગ્નના 10 દિવસ બાદ જ પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી, કારણ જાણીને ચોંકી જશો

    ડૉક્ટર થોરાટ સામાજિક કાર્યકર્તાના રુપમાં પણ કામ કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ કબજામાં લીધી છે. પોલીસના સૂત્રો મુજબ, ડૉક્ટરના 17 વર્ષના દીકરાને સાંભળવામાં તકલીફ હતી. જેના કારણે તેને સામાજિક અપમાન સહન કરવું પડતું હતું. આ કારણે ડૉક્ટરનો પરિવાર પરેશાન રહેતો હતો. જોકે માત્ર આ કારણે સમગ્ર પરિવારને મારી આત્મહત્યા કરવાનું કારણ હોય તેવું પોલીસ માનતી નથી. તેથી પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા અને અન્ય તપાસ શરુ કરી દીધી છે.

    આ પણ વાંચો, હોટલમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ, આરોપીએ કેકમાં નશીલો પદાર્થ મેળવીને કરી હેવાનિયત

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે ડૉક્ટર થોરાટે પત્નીની મદદથી પોતાનું જીવન ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો.
    Published by:Mrunal Bhojak
    First published:February 21, 2021, 12:30 pm

    ટૉપ ન્યૂઝ