Home /News /national-international /અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ
અમદાવાદની મહિલા ગેંગ કાનપુરમાંથી ઝડપાઈ, બ્રાન્ડેડ કપડામાં માગે છે ભીખ, આલીશાન હોટલમાં થાય છે રિલેક્સ
પકડાયેલી મહિલા ગેંગની તસવીર
દિવસભર રસ્તાઓ ઉપર ભીંખ માંગીને રાત્રે ઘંટાઘર સ્થિત આલીશાન હોટલમાં રહેતી હતી. આ હોટલમાં એક રૂમ ભાડા ઉપર રાખ્યો હતો. જેનું 2000 ભાડું ચૂકવતી હતી. યુવતીઓ ટીપટોપ તૈયાર થતી જેથી લોકો તેમની સામે આકર્ષાય અને પૈસા આપી દે.
અમિત ગંજૂ, કાનપુરઃ જો તમને રસ્તા ઉપર જીન્સ-ટીશર્ટ અને બ્રાન્ડેડ બૂટ કે ચપ્પલ પહેરીને કોઈ યુવતીઓ જોવા મળે અને તમારી પાસે ભીખ કે મદદ માંગે તો હોંશિયાર થઈ જજો. ક્યાંક એવું ન થઈ જાય કે તમારે લેવાના દેવા પડી જાય. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર શહેરમાં (Kanpur) અનેક રસ્તાઓ ઉપર જોવા મળી રહી છે. આમ તો કાનપુરીના રસ્તાઓ ઉપર તમને બાળકો અને વૃદ્ધો ભીખ (Begging) માંગતા જોવા મળશે. પરંતુ અહીં મહિલાઓની એક એવી ગેંગ (women gang) સક્રિય થઈ છે જે બ્રાન્ડેડ જીન્સ અને ટીશર્ટ પહેરીને બાળકોને ખોળા લઈને લોકો પાસે પૈસા માંગે છે. જો કોઈ પૈસા ન આપે તો આ મહિલા ગેંગ તેને માર મારીને છેડતીનો (molestation) આરોપ લગાવે છે.
કાનપુરના પોલીસ કમિશ્નર અસીમ અરુણે જણાવ્યું કે શહેરની હોટલની પાછળ અનેક દિવસોથી ગુજરાતથી આવેલી આ યુવતીઓ રોકાઈ છે. તેમની સાથે માસુમ બાળકો પણ છે. પોતાની ગેંગ સાથે તે રોજ એક ચાર રસ્તા ઉપર જાય છે. અહીં કારમાં બેઠેલા લોકો પાસે વસૂલી કરે છે. જો મોંઢે માંગેલી રકમ ન મળે તો મારપીટ કરવા લાગે છે. અને છેતરપિંડીનો પણ આરોપ લગાવે છે.
અમદાવાદની આ ગેંગનું નેટવર્ક રાજસ્થાનથી લઈને અન્ય પ્રદેશોમાં સક્રિય પોલીસ કમિશ્નરે આ ગેંગનો ખુલાસો કરતા મહિલા ગેંગના આઠ સભ્યોની ધરપકડ કરી છે. જેમની સાથે બે માસૂમ બાળક પણ છે. જે ગેંગમાં સામે છે. જાણવા મળ્યું છે કે તે ગુજરાતના અમદાવાદની રહેનારી છે. પરંતુ તેમની ગેંગ રાજસ્થાનથી લઈને અન્ય પ્રદેશોમાં પણ સક્રિય છે. પોલીસ કમિશ્નરે જણાવ્યું આ ગેંગની બીજી સભ્યોની તપાસ ચાલું છે.
હોટલમાં 2000 રૂપિયામાં લીધો છે રૂમ પોલીસ તપસામાં જાણવા મળ્યું છે કે દિવસભર રસ્તાઓ ઉપર ભીંખ માંગીને રાત્રે ઘંટાઘર સ્થિત આલીશાન હોટલમાં રહેતી હતી. આ હોટલમાં એક રૂમ ભાડા ઉપર રાખ્યો હતો. જેનું 2000 ભાડું ચૂકવતી હતી.
યુવતીઓ ટીપટોપ તૈયાર થતી જેથી લોકો તેમની સામે આકર્ષાય જોકે, પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. હોટલ મેનેજરને પણ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો છે. જાણવા મળ્યું છે કે આ ગેંગ છેલ્લા અનેક મહિનાઓથી કાનપુરમાં સક્રિય છે. અલગ અલગ વિસ્તારોમાં રાહદારીઓ પાસેથી પૈસા માંગે છે. એક સાથે તેમને ઘેરી લે છે. હંમેશા તૈયાર રહેતી હતી જેથી લોકો આકર્ષિત થાય. અને તેમને પૈસા આપે અને જે પૈસા ન આપનાર સામે મારા મારી પણ કરતી હતી.
" isDesktop="true" id="1107828" >
મહેસાણામાં બે મહિલાઓ છડપાઈ હતી જે રાજસ્થાનમાં કરી હતી છેતરપિંડી રાજસ્થાનના સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓને છેતરપિંડીના આરોપ હેઠળ પકડવામાં આવી હતી. આ બંને મહિલાઓ ઓપર આરોપ છે કે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૌથી ખાસ બાબત તો એ છે બંને મહિલાઓ હોવાની જાણકારી તેમની ધરપકડ થયા પહેલા કોઈને ન હતી. બંને અહીં ભાડુઆતના રૂપમાં રહેતી હતી અને પતિ-પત્નીની જેમ રહેતી હતી. તેમની ધરપકડ થયા બાદ જ્યારે તેમનું મેડિકલ કરાવ્યું ત્યારે બંને મહિલાઓ હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડીની માસ્ટર માઈન્ડ ગણાતી આ બંને મહિલાઓ ગુજરાતની રહેનારી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર