અમદાવાદની કંપનીને મળી નવી સંસદની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી, આટલો થશે ખર્ચ

News18 Gujarati
Updated: October 25, 2019, 3:37 PM IST
અમદાવાદની કંપનીને મળી નવી સંસદની ડિઝાઇન તૈયાર કરવાની જવાબદારી, આટલો થશે ખર્ચ
નવા સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાને આવનારા 250 વર્ષને ધ્યાને લઈ તૈયાર કરવામાં આવશે. (ફાઇલ તસવીર)

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને બીજેપીના દિલ્હી હેડક્વાર્ટરની ડિઝાઇન તૈયાર કરનારી કંપનીને મળ્યો કોન્ટ્રાક્ટ

  • Share this:
નવી દિલ્હી : દેશના સંસદ ભવન (Parliament House of India)ના મેકઓવર માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે તેની ડિઝાઇનિંગનો કોન્ટ્રાક્ટ અમદાવાદની એચસીપી (HCP Design, Planning & Management Pvt. Ltd)ને આપવામાં આવ્યો છે. નવા સંસદ અને સેન્ટ્રલ વિસ્ટા બનાવવા માટે ડિઝાઇન HCPને આપવામાં આવ્યો છે. તેને 250 વર્ષ માટે તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની ડિઝાઇન તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની HCP અગાઉ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સામેલ હતી ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના દિલ્હી હેડક્વાર્ટરના ચીફ આર્કિટેક્ચર ફર્મ રહી ચૂકી છે.

આ રીતે કરવામાં આવ્યું સિલેક્શન

શહેરી વિકાસ મંત્રાલયની પહેલી પ્રી બિડ મીટિંગમાં 24 પાર્ટિસિપન્ટ હતા, તેમાંથી પહેલા 6ને ફાઇનલ કરવામાં આવ્યા. ફાઇનલ બિડરનું સિલેક્શન એક જાણીતી જ્યૂરીના માધ્યમથી કરવામાં આવ્યું. પહેલી પ્રી બિડ મીટિંગમાં સિલેક્ટ કરવામાં આવેલા 6 બિડરે એક ડિટેલ પ્રેઝન્ટેશન જ્યૂરી સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારબાદ અંતિમ પસંદગી કરવામાં આવી. આ પ્રક્રિયાથી 18 ઑક્ટોબરે ફાઇનલ બિડરની પસંદગી કરવામાં આવી.

નોંધનીય છે કે, આપણા દેશના સંસદ ભવનનું ઉદ્ઘાટન 1927માં થયું હતું. સંસદ ભવનનું નિર્માણ તત્કાલીન સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય સચિવાલય સહિત રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટ સુધી ત્રણ કિલોમીટરના વિસ્તારને નવો લુક આપવાનું કામ થશે. હાલના સંસદ ભવન અગાઉની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું હતું.

અહીં મંત્રીઓને બેસવા માટે ચેમ્બર તો છે, પરંતુ સાંસદોને બેસવા માટે કોઈ વ્યવસ્થા નથી. સાંસદોની સાથેના અંગત સ્ટાફને પણ બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી.

હવે મંત્રીઓની સાથે સાંસદો માટે પણ ચેમ્બરની વ્યવસ્થા હશે. જેથી તેઓ સંસદ ભવનમાં બેસીને જ જરૂરી સરકારી કાર્ય કરી શકે. નવું સંસદ ભવન સમગ્રપણે ભૂકંપરોધી હશે.ક્યારે તૈયાર થશે?

સીપીડબલ્યૂડીએ મેસર્સ એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કન્સ્લટન્સીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. સંસદ ભવન, કૉમન સેન્ટ્રલ સેક્રેટેરિએટ અને સેન્ટ્રલ વિસ્ટાના વિકાસ/પુનર્વિકાસને પૂરું કરવા માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય વિસ્ટા પરિયોજનાને પૂરી કરવા માટે સીપીડબલ્યૂડીને આપવામાં આવેલી સમયસીમા નવેમ્બર 2021 છે. માર્ચ 2022 સુધી સંસદ ભવન અને માર્ચ 2024 સુધી જનરલ કેન્દ્રીય સચિવાલયનું કામ પૂરું થવાનું છે.

>> સરકારનું લક્ષ્ય છે કે નવેમ્બર 2021 સુધી સેન્ટ્રલ વિસ્ટાનું નિર્માણ પૂરું થઈ જાય અને ઑગસ્ટ 2022 સુધી નવા સંસદનું નિર્માણ પૂરૂ થાય. સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટાની કુલ કન્સ્લટિંગ કૉસ્ટ 229 કરોડ રૂપિયા થશે.

>> કેન્દ્ર સરકાર તમામ મંત્રાલય એક જેવી ડિઝાઇનના હોય તેની વ્યવસ્થા કરવાને લઈ મોટું પગલું ઉઠાવવા જઈ રહી છે.

>> મોદી સરકાર મુગલો અને અંગ્રેજોના બનાવેલા લુટિયન્સ ઝોનનો કાયાકલ્પ કરવા જઈ રહી છે. સૂત્રો મુજબ, જૂના ભવન પણ એમને એમ રાખવામાં આવશે. પરંતુ તેમનો ઉપયોગ કેવી રીતે થાય તેની પર મંથન ચાલી રહ્યું છે.

આ પણ વાંચો,

સુપ્રીમે AGR મામલે સરકારને ટેલિકૉમ કંપનીઓ પાસેથી 92,000 કરોડ રૂપિયા ઉઘરાવવાની છૂટ આપી
મદરેસામાં યુવતી જીવતી સળગાવી, 16 લોકોને ફાંસીની સજા
First published: October 25, 2019
વધુ વાંચો
अगली ख़बर