Ahmed Patel: અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝ વિશે તમે શું જાણો છો?

Ahmed Patel: અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને દીકરી મુમતાઝ વિશે તમે શું જાણો છો?
અહેમદ પટેલનો પ્રયાસ રહેતો હતો કે દિલ્હી અને દેશના મીડિયામાં તેમની પ્રોફાઇલ વિશે ઓછી જાણકારી હોય

અહેમદ પટેલનો પ્રયાસ રહેતો હતો કે દિલ્હી અને દેશના મીડિયામાં તેમની પ્રોફાઇલ વિશે ઓછી જાણકારી હોય

  • Share this:
    નવી દિલ્હીઃ કૉંગ્રેસ પાર્ટી (ALL India Congress Party) અને 10 જનપથના ચાણક્ય કહેવાતા સીનીયર નેતા અહેમદ પટેલ (Ahmed Patel)નું નિધન થયું છે. એક મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા બાદ બુધવારે વહેલી પરોઢે તેમણે છેલ્લા શ્વાસ લીધા. અહેમદ પટેલ પોતાની પાછળ પત્ની મેમૂના પટેલ, દીકરા ફૈઝલ પટેલ, દીકરી મુમતાઝ પટેલને છોડી ગયા છે. અહેમદ પટેલે 1976માં મેમૂના અહેમદ સાથે લગ્ન કર્યા હતા. પટેલનો પરિવાર હાલ રાજકારણથી દૂર છે.

    અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલની ઉંમર 39 વર્ષ છે. faisalpatel.ai વેબસાઇટ મુજબ, ફૈઝલ બિઝનેસ એન્ટ્રપ્રિન્યોર છે. તેઓ મૂળે હેલ્થકેર, શિક્ષણ અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવા માંગે છે. તેઓએ દેહરાદૂનમાં દૂન પબ્લિક સ્કૂલથી હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો છે. અમેરિકાની હવાઈ પેસિફિક યુનિવર્સિટીથી તેઓએ બીબીએની ડિગ્રી લીધી છે. ફૈઝલ પટેલે જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનું વેન્ચર પણ શરૂ કર્યું છે.



    આ પણ વાંચો, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

    બીજી તરફ, અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસમેન ઈરફાન સિદ્દીકી સાથે થયા છે. હાલમાં તેઓ EDએ અહેમદ પટેલન જમાઈ ઇરફાન સિદ્દીકીના ઘરે અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ગુજરાતની ફાર્માસ્યુટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસને લઈને ઈરફાનની વિરુદ્ધ EDએ આ પગલાં ભર્યા હતા. મની લોન્ડ્રિંગ કેસમાં ઈરફાન સિદ્દીકીએ હાલમાં નવી દિલ્હીમાં ED ઓફિસમાં નિવેદન નોંધાવ્યું હતું.

    કૉંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ ‘નંબર 2’ હતા અહેમદ પટેલ

    અહેમદ પટેલ ગાંધી પરિવાર (Gandhi Family)ના સૌથી નજીકના અને ગાંધી પરિવારના અન્ય સભ્યો બાદ નંબર 2 માનવામાં આવતા હતા. ખૂબ જ રાજકીય કુનેહ ધરાવતા અહેમદ પટેલ લો-પ્રોફાઇલ રહેતા હતા. સાઇલન્ટ અને દરેક માટે સીક્રેટિવ હતા. રાજકારણથી દૂર તેમણે ખૂબ સાદગીથી પારિવારિક જીવન પસાર કરવું પસંદ હતું.

    આ પણ વાંચો, Ahmed Patel Dies: સૌથી યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના ભરોસાપાત્ર સલાહકાર સુધી- અહેમદ પટેલની રાજકીય સફર

    અહેમદ પટેલનો પ્રયાસ રહેતો હતો કે દિલ્હી અને દેશના મીડિયામાં તેમની પ્રોફાઇલ વિશે ઓછી જાણકારી હોય. તેઓ ક્યારેય ટીવી ચેનલો પર નથી જોવા મળ્યા, પરંતુ તેમની પર સમાચારોને કન્ટ્રોલ કરવાનો આરોપ લાગતો રહેતો હતો. ગાંધી પરિવાર અને દેશના તત્કાલીન વડાપ્રધાનો સાથે સતતત મળતા રહેતા હોવા છતાંય તેમની સાથેની પટેલની તસવીરો ખૂબ જ ઓછી જોવા મળે છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 25, 2020, 08:54 am

    ટૉપ ન્યૂઝ