Home /News /national-international /કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફેઝલને EDની નોટિસ, ગુરૂવારે પૂછપરછ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફેઝલને EDની નોટિસ, ગુરૂવારે પૂછપરછ

અહમદ પટેલના પુત્ર ફેઝલને EDની નોટિસ

આ પહેલા અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દકીની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.

કોંગ્રેસ નેતા અને રાજ્ય સભા સાંસદ અહમદ પટેલની પુત્ર ફેઝલ પટેલને પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)એ સમન પાઠવી ગુરૂવારે રજૂ થવા માટે કહ્યું છે. સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં તેમનું નિવેદન રેકોર્ડ કરવામાં આવશે. આ ત્રીજી વખત છે જ્યારે આ મામલામાં ફેઝલ પટેલની પૂછપરછ થશે. આ પહેલા અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દકીની આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, જૂનમાં પ્રવર્તન નિર્દેશાલયે સ્ટર્લિંગ બાયોટેક છેતરપિંડી મામલામાં 9 હજાર કરોડથી વધારે સંપત્તિ જપ્ત કરી હતી. સ્ટર્લિંગ બાયોટેક ગુજરાતની એક ફાર્માસ્યૂટિકલ કંપની છે. આરોપ છે કે, કંપનીએ 14500 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે.

ઓક્ટોબર 2017માં નોંધાયો હતો કેસ
સીબીઆઈએ ઓક્ટોબર 2017માં સ્ટર્લિંગ બાયોટેકના નિર્દેશકો નિતિન સંદેસરા, ચેતન સંદેસરા અને દિપ્તી સંદેસરા વિરુદ્ધ 5383 કરોડ રૂપિયાનો ફ્રોડ કેસ નોંધ્યો હતો. તેના આધાર પર જ ઈડીએ પણ મામલો નોંધ્યો હતો.

લેવામાં આવી હતી 500 કરોડની લોન
અધિકારીઓ અનુસાર, સ્ટર્લિંગ બાયોટેકે આંધ્ર બેન્કની આગેવાનીવાળી બેન્કોના સમૂહ પાસેથી 5000 કરોડની લોન લીધી હતી. કંપની દ્વારા લોન ન ચુકવવાથી આ એનપીએમાં ફેરવાઈ ગઈ. આ દેવાની કુલ કિંમત 8100 કરોડને પાર આંકવામાં આવી છે. ઈડીએ સીબીઆઈની ચાર્જશીટના આધારે સ્ટર્લિંગ બાયોટેક પર છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
First published:

Tags: Again, Faisal Patel, Tomorrow, ઇડી