'ફેક ન્યૂઝ'ના માધ્યમથી પત્રકારોને પરેશાન કરી શકે છે સરકારઃ અહેમદ પટેલ

  • Share this:
    કોંગ્રેસ નેતા અહેમદ પટેલે સરકારના ફેક ન્યૂઝ મામલે આવેલા ફેંસલા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પત્રકારોને ખુલ્લીને રિપોર્ટિંગ કરતા રોકવાની ઈરાદા સાથે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે એ કેવી રીતે માલુમ પડશે કે કોઈ સમાચાર ફેક છે કે પછી બરાબર છે. આનો ઉપયોગ પત્રકારોનું શોષણ કરવા માટે પણ થઈ શકે છે.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અહેમદ પટેલના સવાલના જવાબ આપતા કહ્યું હતું કે, બિન-સરકારી સંસ્થા પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોશિએશન ઓફ ઇન્ડિયા રિપોર્ટની તપાસ કરીને નિર્ણય કરશે કે ન્યૂઝ ફેક છે કે નહીં.

    ફેક ન્યૂઝને રોકવાના પ્રયાસ અંગે સહમતિ બતાવતા અહેમદ પટેલે ટ્વિટર પર ફેક ન્યૂઝને લઈને ચાર સવાલ પૂછ્યા-

    1.  એની શું ખાતરી કે આ નિયમથી ઇમાનદાર પત્રકારોનું શોષણ નહીં કરવામાં આવે?

    2.  કયા ન્યૂઝ ફેક છે તેનો નિર્ણય કોણ કરશે?

    3.  શું એવી શક્યતા છે કે ફરિયાદના આધારે જ્યાં સુધી તપાસ ચાલુ રહે ત્યાં સુધી માન્યતા રદ કરવામાં ન આવે?

    4.  એની શું ખાતરી કે બનાવવામાં આવેલી ગાઇડલાઇન્સનો ઉપયોગ ફક્ત ફેક ન્યૂઝ તપાસવા માટે કરવાને બદલે પત્રકારોના સ્વભાવિક રિપોર્ટિંગ રોકવા માટે નહીં કરવામાં આવે?


    સ્મૃતિ ઈરાનીએ અહેમદ પટેલના સવાલોના જવાબ આપતા ટ્વિટ કર્યું કે, 'તમને જાગૃત હોવાનું જાણીને આનંદ થયો પટેલ જી. ન્યૂઝ આર્ટિકલ અથવા બ્રોડકાસ્ટના ન્યૂઝ ફેક છે કે નહીં તેનો નિર્ણય પીસીઆઈ અને એનબીએ કરશે. તમને માલુમ જ હશે કે બંને બિન-સરકારી સંસ્થા છે.'

    તમને જણાવી દઈએ કે મંગળવારે સરકારે પત્રકારોની માન્યતા સંબધિત નવા બદલાવ કર્યા છે. જેમાં ખોટા સમાચાર ચલાવનાર પત્રકારની માન્યતા રદ કરવાની જોગવાઈ છે. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે જાહેરાત આપીને જણાવ્યું છે કે ફેક ન્યૂઝ ચલાવનાર પત્રકારની માન્યતા હંમેશ માટે રદ કરી દેવામાં આવશે.

    પ્રથમ વખત ફેક ન્યૂઝ સાબિત થયાના કેસમાં છ મહિના સુધી પત્રકારની માન્યતા રદ કરામાં આવશે, બીજી વખત એક વર્ષ અને ત્રીજી વખત ફરિયાદ મળ્યા બાદ હંમેશ માટે તેની માન્યતા રદ કરી દેવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published: