Ahmed Patel Dies: સૌથી યુવા સાંસદથી લઈને સોનિયા ગાંધીના ભરોસાપાત્ર સલાહકાર સુધી- અહેમદ પટેલની રાજકીય સફર

UPAને 2004 અને 2009ની લોકસભા ચૂંટણી જીતાડવામાં અહેમદ પટેલે ભજવી અગત્યની ભૂમિકા, કૉંગ્રસના રણનીતિકાર તરીકે હતા પ્રસિદ્ધ

UPAને 2004 અને 2009ની લોકસભા ચૂંટણી જીતાડવામાં અહેમદ પટેલે ભજવી અગત્યની ભૂમિકા, કૉંગ્રસના રણનીતિકાર તરીકે હતા પ્રસિદ્ધ

 • Share this:
  નવી દિલ્હીઃ અહેમદ પટેલ (Ahmed Patel) કૉંગ્રેસના ટૉપના પરિવારની ત્રણ પેઢીઓ (ઈન્દિરા, રાજીવ અને સોનિયા તથા રાહુલ) સાથે ભરોસાપાત્ર સંબંધ રહ્યા છે. કૉંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓથી લઈને ઔદ્યોગિક વર્તુળોમાં તેમના દોસ્ત અને દુશ્મન મુખ્ય રીતે આજ કારણથી બન્યા હતા. 71 વર્ષીય અહેમદ પટેલ (Ahmed Patel dies) ભારતીય સંસદમાં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા. ત્રણ વાર તેઓ લોકસભા (1977થી 1989) અને પાંચ વાર રાજ્યસભામાં ચૂંટાઈને પહોંચ્યા છે. ગુજરાતથી તેઓ હાલ એકમાત્ર મુસ્લિમ સાંસદ હતા.

  રાજકીય સફરઃ સૌથી યુવા સાંસદ બનીને સૌને ચોંકાવ્યા

  અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.

  એવામાં તેમનું જીતવું ઈન્દિરા ગાંધી સહિત તમામ રાજકીય પંડિતો માટે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી. તેઓ 1993થી રાજ્યસભા સભ્ય હતા. અહેમદ પટેલની રૂચી ક્યારે પણ સામે આવીને રાજનીતિ કરવામાં નથી રહી. તેઓ પડદા પાછળની રાજનીતિમાં વિશ્વાસ રાખતા હતા. તેની પાછળ કૉંગ્રેસની રાજકીય સંસ્કૃતિની સીમાઓ પણ ઘણે અંશે જવાબદાર રહી. રાજકીય રણનીતિના માસ્ટર માઇન્ડ પટેલને મુદ્દો બનાવીને તેને ઉછાળવાના મહારથી માનવામાં આવતા હતા.

  આ પણ વાંચો, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  ગુજરાતનો ઉના કાંડ હોય કે આંધ્રમાં રોહિત વેમૂલાની આત્મહત્યાનો મામલો અથવા સાંપ્રદાયિક મામલાઓમાં પટેલે કૉંગ્રેસના વિચારને કેન્દ્રમાં રાખવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.

  કૉંગ્રેસને 2004 અને 2009માં અપાવી જીત

  અહેમદ પટેલને 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં UPAની જીત માટેના અગત્યના રણનીતિકાર માનવામાં આવે છે. કૉંગ્રેસ અને UPAની અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હોવાના કારણે તેઓ મનમોહન સરકારના અનેક અગત્યના નિર્ણયોમાં નિર્ણાયક ભૂમિકા નિભાવતા હતા. નિયુક્તિઓ, પ્રમોશનથી લઈને ફાઇલો પર નિર્ણયો સુધી તેમનો સિક્કો ચાલતો હતો.

  બીજેપી અધ્યક્ષ અમિત શાહ તથા અહેમદ પટેલની વચ્ચે જૂની અદાવત રહી. તે 2010થી વધી જ્યારે સોહરાબદ્દીન નકલી એન્કાઉન્ટ કેસમાં શાહને જેલ જવું પડ્યું. માનવામાં આવે છે કે તત્કાલીન UPA સરકારે અહેમદ પટેલના ઈશારા પર શાહને આ મામલામાં ઘેર્યા હતા. UPAના 10 વર્ષના શાસન દરમિયાન તેઓેએ જ મોદી અને શાહની જોડી પર નિશાન સાધવાની કેન્દ્રીય એજન્સીઓની પ્રત્યેક કાર્યવાહીમાં યોગદાન આપ્યું હતું.

  અહેમદ પટેલના ઉત્તરાધિકારી

  આમ તો અહેમદ પટેલના ઉત્તરાધિકારી તરીકે તેમના દીકરા ફૈઝલને જોવામાં આવી રહ્યો છે. ફૈઝલ દૂન સ્કૂલ અને હાવર્ડમાં ભણેલા છે. ફૈઝલ કારોબાર અને સમાજસેવાના ક્ષેત્રમાં સક્રિય છે. ફૈઝલ એક સારા વક્તા પણ માનવામાં આવે છે.

  તેઓ દક્ષિણ ગુજરાતમાં એચએમપી હૉસ્પિટલના માધ્યમથી લોકોની મદદમાં લાગેલા છે. અહીં લગભગ ત્રણ લાખ લોકોને તેઓએ મફતમાં કે ખૂબ જ ઓછા ખર્ચમાં સારવારની સગવડ ઊભી કરી છે. આ હૉસ્પિટલ એચએમપી ફાઉન્ડેશન તરફથી અહેમદ પટેલના પૈતૃક ગામ પીરામણમાં ચલાવવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: