વ્લાદિમિર પુતિનની ભારત યાત્રા પહેલાં અમેઠીમાં AK-203 ડીલ પર મહત્વની બેઠક કરશે સુરક્ષા મંત્રાલય

પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનો ફાઈલ ફોટો (AP)

Defence Ministry Meeting on AK 203: અમેઠીમાં પ્રસ્તાવિત 7.5 લાખ એકે 203 એસોલ્ટ રાઈફલ્સના નિર્માણમાં પ્રારંભિક 70 હજાર રાઈફલ્સમાં રશિયા નિર્મિત સાધનો લગાવવામાં આવશે. આ એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થયાના 32 મહિના પછી સેનાને મળવાનું શરૂ થઈ જશે.

  • Share this:
    નવી દિલ્હી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન (Vladimir Putin) આવતા મહિનાની 5મી તારીખે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. પુતિનની આ મુલાકાત પહેલા સુરક્ષા મંત્રાલય (Defense Ministry) AK-203 એસોલ્ટ રાઈફલ (AK 203 Assault Rifles)ની 5000 કરોડની ડીલ પર એક મોટી બેઠક કરશે. મંત્રાલય આ બેઠક ઉત્તર પ્રદેશના અમેઠીમાં 7.5 લાખ એકે-203 એસોલ્ટ રાઇફલના નિર્માણ અંગે યોજશે. માનવામાં આવે છે કે, આ ડીલ પર પુતિનની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર થઈ શકે છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે મંગળવારે સ્પેશિયલ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં આ ડીલ પર ચર્ચા થઈ શકે છે. વાત એમ છે કે, બંને દેશો થોડા વર્ષોથી આ ડીલ પર સહમત હતા. હવે સૌથી મોટો મુદ્દો ટેકનોલોજી ટ્રાન્સફરનો છે.

    શરૂઆતી 70 હજાર રાઈફલમાં રશિયા નિર્મિત ઉપકરણો લગાવવામાં આવશે
    અમેઠીમાં પ્રસ્તાવિત 7.5 લાખ એકે 203 એસોલ્ટ રાઈફલ્સના નિર્માણમાં પ્રારંભિક 70 હજાર રાઈફલ્સમાં રશિયા નિર્મિત સાધનો લગાવવામાં આવશે. તેનું કારણ એ છે કે ટેક્નોલોજી ટ્રાન્સફરનું કામ ધીમે ધીમે થશે. આ એસોલ્ટ રાઈફલ્સનું ઉત્પાદન શરૂ થયાના 32 મહિના પછી સેનાને મળવાનું શરૂ થઈ જશે. વર્ષ 2019માં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ઈન્ડો-રશિયા ઓર્ડનન્સ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું જ્યાં ટૂંક સમયમાં AK-203નું નિર્માણ શરૂ કરવાની વાત થઈ હતી. AK-203 વાસ્તવમાં વિશ્વની સૌથી પ્રખ્યાત એસોલ્ટ રાઈફલ AK-47નું અપડેટેડ વર્ઝન છે.

    આ પણ વાંચો: કોરોનામાં સહાય મુદ્દે SCએ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, 'તમારા મુખ્યમંત્રીને કંઇ ખબર જ નથી?'

    શું છે AK 203ની ખાસિયતો

    AK-203 એ અત્યાર સુધીની સૌથી અપડેટ થયેલી રાઈફલ્સમાંથી એક છે. પોતાની એક્યુરસી માટે જાણીતી AK-203 કન્વર્ટેબલ રાઈફલ છે. તેનો ઉપયોગ સેમી ઓટોમેટિક અને ઓટોમેટિક મોડમાં કરી શકાય છે. AK-47 એ સૌથી મૂળભૂત મોડલ છે, ત્યારબાદ AK માં 74, 56, 100 સિરીઝ, 200 સિરીઝ આવી ચૂકી છે.

    આ પણ વાંચો: ભારતમાં આપવામાં આવશે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ? જાણો ICMR પ્રમુખે શું કહ્યું

    એકે 103 રાઇફલ ખરીદ કરાર

    આ પહેલાં ઓગસ્ટ મહિનામાં એવા અહેવાલ હતા કે ભારતે કટોકટીની ખરીદીની જોગવાઈઓ હેઠળ રશિયા પાસેથી મોટી સંખ્યામાં AK-103 એસોલ્ટ રાઈફલ્સ ખરીદવા માટે કરાર કર્યા છે. આ કરાર સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશના સશસ્ત્ર દળો માટે કરવામાં આવ્યો છે. રશિયા પાસેથી મળેલી મોટાભાગની AK-103 એસોલ્ટ રાઈફલો ભારતીય વાયુસેનાને આપવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published: