અમિત શાહની રેલી પહેલા બંગાળમાં આસામ જેવું NRC તૈયાર કરવામાં લાગી BJP

અમિત શાહની ફાઇલ તસવીર

બીજેપી અધ્યક્ષ અમિત શાહ 11 ઓગસ્ટથી કોલકત્તામાં રેલી કરવાના છે. તેમની રેલી પહેલા બીજેપી નેતાઓએ સંકેત આપ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકો ઘુસણખોરી કરવાની સમસ્યઆને ચૂંટણી મુદ્દો બનાવાના છે.

 • Share this:
  બીજેપી અધ્યક્ષ અમિત શાહ 11 ઓગસ્ટથી કોલકત્તામાં રેલી કરવાના છે. તેમની રેલી પહેલા બીજેપી નેતાઓએ સંકેત આપ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકો ઘુસણખોરી કરવાની સમસ્યઆને ચૂંટણી મુદ્દો બનાવાના છે. આ સાથે બીજેપી બંગાળણાંપણ અસર જેવુંએનઆસરી લાવવા માટે પાયો ઘડવામાં લાગી છે.

  એક તરફ મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી દિલ્હીમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને એનઆરસી મુદ્દા ઉપર બેજીપી સામે એકત્ર થવાની કોશિશમાં લાગેલી છે. તો બીજી તરફ શાહની પ્રાસ્તાવિક રેલીનો ધ્યેય આ સમસ્યાને લોકસભામાં ચૂંટણીનો મુદ્દો બનાવવો છે.

  આ પહેલા શાહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે, 11 ઓગસ્ટે કોલકત્તામાં જરૂર જશે. તેમણે મમદા બેનરજી સરકારને પોતાની અટકાયત કરવાનો પડકાર પણ આપ્યો છે. જોકે, કોલકત્તા પોલીસે શાહની રેલીની મંજૂરી આપી દીધી છે. હવે બંગાળમાં સત્તાધારી ત્રૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે મોટું શક્તિ પ્રદર્શન જોવા મળી શકે છે.

  બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પત્રકારોને કહ્યું હતું કે, પશ્વિમ બંગાળમાં એક લાખથી વધારે ગેરકાયદે ઘુસણખોરો હોઇ શકે છે. તેમણે બંગાળમાં પણ અસમની જેમ એનઆરસી લાવવા વિચાર દાખવ્યો છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ કહી ચૂક્યા છે કે, રાજ્યમાં બીજેપી સત્તામાં આવશે તો અસમની જેમ જ એનઆરસી પ્રકાશિત કરવામાં આવશે. શાહે બંગાળમાં 42માંથી 22 લોકસભા સીટો જીતવા માટેનું લક્ષ્ય નક્કી કર્યું છે. 2014માં ટીએમસીએ 34 સીટો જીતી હતી. જ્યારે બીજેપીના ખાતામાં માત્ર 2 સીટો જ આવી હતી. પાર્ટી સુત્રોના પ્રમાણે બીજેપી મમતા બેનર્જીને એ્ટી હિન્દુ નેતાના રૂપમાં પ્રોજેક્ટ કરવા ઉપર વિચાર કરી રહી છે. જો કે, લઘુમતીના વોટો માટે તૃષ્ટિકરણની રાજનીતિ કરે છે.

  બીજી તરફ ટીએમસીએ બીજેપી અને શાહ ઉપર નિશાન સાધતા દાવો કર્યો છે કે, વિપક્ષમાં એકઠાં થતાં જોઇને ગભરાઇ ગયા છે. ડિરેક ઓ બ્રાયને ટ્વિટ કર્યું હતું કે, 'શાંતિના પ્રદેશ પશ્વિમ બંગાળમાં યાત્રા માટે તમને શુભકામનાઓ'
  Published by:Ankit Patel
  First published: