ઉત્તર પ્રદેશના ઈલાહાબાદ સ્થિત એક ગામમાં એવો પરિવાર રહે છે, જેની પાસે આ વિસ્તારના મોટામાં મોટા નેતાઓ વોટ માંગવા જાય છે. લોકસભા ચૂંટણી હોય કે પછી વિધાનસભા કે પંચાયતની ચૂંટણી, જ્યારે જ્યારે લોકતંત્રનું મહાપર્વ આવે છે તો, આ પરિવારના દરવાજા પર નેતાઓની લાંબી લાઈન લાગી જાય છે. એક નેતા વોટ આપવાની અપિલ કરે એવામાં તો બીજા નેતા પહોંચે છે. ઓછા શબ્દોમાં કહીએ તો, પૂરી ચૂંટણી સિઝનમાં આ પરિવારના ઘરે મેળા જેવો માહોલ રહે છે.
જીહાં, અમે વાત કરી રહ્યા છીએ ઈલાહાબાદના ભરૈચા ગામ વિશે. આ ગામમાં રામ નરેશ રહે છે. તેમની ઉંમર 98 વર્ષ છે. ખાસ વાત એ છે કે, તેમના પરિવારમાં 82 સભ્યો છે. તેમાંથી 66 લોકો આ વખતે વોટ આપવા યોગ્ય છે. કહેવામાં આવે છે કે, પૂરા ઈલાહાબાદમાં રામ નરેશનો પરિવાર સૌથી મોટો છે. આ પરિવારના લોકો સામાન્ય રીતે બપોરના ભોજન બાદ મત આપવા જાય છે, કેમ કે, ગામની જ પ્રાયમરી સ્કૂલમાં પોલિંગ બૂથ બને છે.
રામ નરેશના પરિવારમાં આઠ સભ્ય પહેલી વખત વોટ આપવા જવાના છે. રામ નરેશના પૌત્ર વિપિન પણ પહેલી વખત વોટ આપવા જશે, તેથી તે ઘણા ઉત્સાહિત છે. વિપિનનું કહેવું છે કે, તે અને તેમનો પિતરાઈ ભાઈ પરિવારમાં કોલેજ જવાવાળા પહેલા સભ્ય છે. વિપિનના કાકા એટલે કે રામ નરેશના પુત્ર રામ હૃદયનું કહેવું છે કે, પરિવારના બે સભ્ય મુંબઈની પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે, પરંતુ વોટ આપવા માટે તે હંમેશા ગામ આવે છે.
ઓબીસી સમુદાયથી આવતો આ પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રામ નરેશના પરિવારમાં રોજ 15 કિલો ચોખા અને 10 કિલો ઘઉંનો લોટ ખર્ચ થાય છે. ખાસ વાત એ છે કે, પૂરો પરિવાર એક સાથે લાઈનમાં રહી વોટિંગ કરે છે. તો, ગ્રામજનોનું કહેવું છે કે, જ્યારે આ પૂરો પરિવાર વોટિંગ આપવા માટે એક સાથે ઘરેથી નીકળે છે તો, લગે છે કે ગામમાં મેળો લાગ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર