અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: કોંગ્રેસ નેતાએ લીધો વચેંટિયા મિશેલનો કેસ, પાર્ટીમાંથી હાંકી કઢાયા

News18 Gujarati
Updated: December 5, 2018, 9:17 PM IST
અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: કોંગ્રેસ નેતાએ લીધો વચેંટિયા મિશેલનો કેસ, પાર્ટીમાંથી હાંકી કઢાયા
કોંગ્રેસ લીગલ સેલ સભ્ય એકે જોસેફ

યૂથ કોંગ્રેસે એકે જોસફને યૂથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટમાંથી હાંકી કાઢ્યા છે.

  • Share this:
અગસ્તા વેસ્ટલેન્ડ ઘોટાળા મામલામાં આરોપોનો સામનો કરી રહેલી કોંગ્રેસે મોટી કાર્યવાહી કરીને એકે જોસેફને પાર્ટીના લીગલમાંથી તત્કાલીક કાઢી મુક્યા. એકે જોસેફ અગસ્તા ડીલના કથિત વચેટિંયા ક્રિશ્ચિયન મિશેલના વકિલ છે.

આ સંબંધમાં યૂથ કોંગ્રેસના પ્રવક્તા અમરીશ રંજન પાંડેએ કહ્યું કે, અલ્જોના જોસેફ આ મામલામાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થયા. આ સંબંધમાં તેમણે યૂથ કોંગ્રેસ સાથે કોઈ ચર્ચા ન કરી. યૂથ કોંગ્રેસ તેમના આ નિર્ણયથી નારાજ છે.

આ સંબંધમાં જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે, યૂથ કોંગ્રેસે એકે જોસફને યૂથ કોંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટમાંથી હાંકી કાઢ્યા છે. તેમને તૂરંત પ્રભાવથી પાર્ટીમાંથી નિષ્કાસિત કરવામાં આવે છે.

આ પહેલા સમાચાર એજન્સિ એએનઆઈ સાથે વાતચીતમાં એકે જોસેફે કહ્યું હતું કે, તે યૂથ કોંગ્રેસના લીગલ સેલ પ્રભારી છે. જોસેફે કહ્યું હતું કે, મારો કંગ્રેસ સાથે સંબંધ હોવો અને મારૂ પ્રોફેશન બંને અલગ છે. દુબઈ રહેતા મારા એક મિત્ર દ્વારા ઈટલીના એક વકીલે મને ક્રિશ્ચિયનનનો કેસ લેવાનું કહ્યું હતું. આ કારણથી તેમની માટે કોર્ટમાં રજૂ થયો છું. હું એક પ્રેક્ટિસિંગ લોયર છું. હું મિશેલ માટે કોર્ટમાં હાજર થયો છું. જો કોઈ મને કોઈની માટે અપીયર થવાનું કહે છે તો, હું માત્ર એક વકિલ તરીકે પોતાની જવાબદારી નિભાવું છું. આનાથી કોંગ્રેસને કોઈ લેવા દેવા નથી.

તમને જણાવી દઈએ કે, અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં કથિત રીતે વચેંટીયાની ભૂમિકા નિભાવનાર ક્રિશ્ચિયન મિશેલને મંગળવારે મોડી રાત્રે દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે. મિશેલની સીબીઆઈએ દિલ્હી એરપોર્ટ પર જ ધરપકડ કરી લીધી છે. દિલ્હીની પટિયાલા કોર્ટે મિશેલને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધો છે.
First published: December 5, 2018, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading