અગસ્તા ડીલનાં મુખ્ય આરોપીએ લીધું ગુજરાતનાં મોટા રાજનેતા સાથે કમલનાથના દીકરા અને ખુર્શીદનું નામ

અગસ્તા ડીલનાં મુખ્ય આરોપીએ લીધું ગુજરાતનાં મોટા રાજનેતા સાથે કમલનાથના દીકરા અને ખુર્શીદનું નામ
અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ડીલ કેસમાં ત્રણ અઠવાડિયા પહેલા જ સક્સેનાને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ડીલ 3,000 કરોડ રુપિયાની હતી.

અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ડીલ કેસમાં ત્રણ અઠવાડિયા પહેલા જ સક્સેનાને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ડીલ 3,000 કરોડ રુપિયાની હતી.

 • Share this:
  નવી દિલ્હી : અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના (Agusta Westland Deal)  મુખ્ય આરોપી અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રાજીવ સક્સેનાએ પૂછપરછ દરમિયાન મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના (Ex CM Kamalnath ) ભત્રીજા રતુલ પુરી, દીકરા બકુલ નાથ (Bakul Nath), સલમાન ખુર્શીદ (Salman khurshid) અને અહેમદ પટેલનું (Ahmed Patel) નામ લીધું છે. અગસ્તા વેસ્ટલેન્ડ VVIP ચોપર ડીલ કેસમાં ત્રણ અઠવાડિયા પહેલા જ સક્સેનાને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ડીલ 3,000 કરોડ રુપિયાની હતી.

  સક્સેનાની જાન્યુઆરી 2019માં દુબઈથી ધરપકડ કરવામાં આવી હતી અને ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલામાં સક્સેનાની 385 કરોડ રુપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હતી. અંગ્રેજી અખબાર મુજબ ઈડી પાસે સક્સેનાનું નિવેદન 1 હજાર પાનામાં નોંધાયેલું છે. સક્સેનાના નિવેદનના નિરિક્ષણથી એવા સંકેત મળે છે કે, અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં કથિત રુપે કેવી ઉણપો છે. મહત્વનું છે કે,આ ડીલને યૂપીએ- 2 સરકારે રદ કરી દીધી હતી. આ ડીલ 2 કંપનીઓના માઘ્યમથી થઈ હતી. જેમાં સક્સેનાની ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજી અને ક્રિશ્વિયન મિશેલની ગ્લોબલ સર્વિસ સામિલ છે. મિશેલ વર્ષ 2018થી જ જેલમાં છે.  શું લગાવ્યો આરોપ?

  એક્સપ્રેસનાં રિપોર્ટ પ્રમાણે, 17 સપ્ટેમ્બરનાં નોંધાયેલ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટમાં સીબીઆઈએ કહ્યું કે, વર્ષ 2000માં સક્સેનાએ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીનાં 99.9 ટકા શેર મેળવ્યા હતા. ચાર્જશીટમાં ઇટલી અને મોરેસિયસનાં લેટર્સ રોજેટ્રીનો હવાલો આપવામાં આવ્યો હતો.આરોપ લગાવવામાં આવ્યો હતો કે, સક્સેનાએ ગૌતમ ખેતાનની સાથે મળીને અગસ્તા વેસ્ટલેન્ડથી ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીનાં ખાતામાં યૂરો 12.40 મિલિયન મેળવ્યા હતા.

  મોટા રાજનેતાઓના લીધા નામ

  સક્સેનાનો આરોપ છે કે, ગુપ્તા અને ખૈતાન અનેકવાર પ્રભાવી રાજનેતાઓના નામ વાપરતા હતા. તેઓ મોટા નામનો ઉપયોગ કરવામાં માહેર હતા. તેઓ ઘણીવાર સલમાન ખુર્શીદ અને કમલનાથનું નામ લેતા હતા.

  એહમદ પટેલનું લેતા હતા નામ

  આ મામલામાં સામેલ રાજનૈતિક લોકો સાથે જોડાયેલા સવાલનાં જવાબમાં સક્સેનાએ કહ્યું કે, મને ખબર છે કે, ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ લિમિટેડ અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી લાંચ લેનારી કંપનીઓમાંની એક હતી. આ કંપનીનાં માલિક સુષેન મોહન ગુપ્તા હતા, જેમણે ગૌતમ ખૈતાનના માધ્યમથી કંપનીઓને નિયંત્રિત કરી હતી. સુષેન મોહન ગુપ્તા અને ગૌતમ ખૈતાનની સાથે મારી બેઠકોમાં તેઓ હંમેશા રાજનેતાઓના નામ લેતા હતા. તેઓ વાતચીત દરમિયાન એપીનું નામ લેતા હતા એટલે એહમદ પટેલનું નામ લેતા હતા.

  પહેલી ચાર્જશીટમાં શું થયો હતો ખુલાસો

  આ કેસમાં EDએ સપ્ટેમ્બર 2019માં પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, રતુલ દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડ પર આલીશાન જીવન જીવતો હતો. તે પ્રાઇવેટ જેટમાં સફર કરતો હતો અને નાઇટ ક્લબમાં તેનું રોજનું આવવા જવાનું હતું. અમેરિકાના એક ક્લબમાં તેણે એક વખતમાં જ 7.8 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ત્યારે EDએ બેન્કોથી છેતરપિંડીના મામલામાં કહ્યું હતું કે રતુલ, તેના સહયોગીઓ અને મોઝરબિયર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામ સામેલ છે. રતુલ કંપનીમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને તેના પિતા દીપક પુરી મોઝરબિયરના માલિક છે. ED પ્રમાણે રતુલ પર બેન્કોથી 8 હજાર કરોડ રૂપિયાની લોન લઇને તેને બીજા ગ્રુપમાં ટ્રાન્સફર કરવાનો આરોપ હતો. એજન્સીએ રતુલ દ્વારા મોઝરબિયરથી જોડાયેલા દેશ-વિદેશના ઘણા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરવાની તપાસ કરી.
  Published by:Kaushal Pancholi
  First published:November 17, 2020, 09:56 am

  ટૉપ ન્યૂઝ