Home /News /national-international /Successful Farmer: ઔષધિની ખેતી કરી લાખો રૂપિયાની કરો, આ સફળ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક પદ્ધતિ

Successful Farmer: ઔષધિની ખેતી કરી લાખો રૂપિયાની કરો, આ સફળ ખેડૂતે અપનાવી પ્રાકૃતિક પદ્ધતિ

બ્રામ્હી(કડવી લૂણી)ની ખેતી

Successful Farmer: રોજિંદા પાકોના વાવેતરને બદલે કંઈક વિશેષ પાકની ખેતી કરીને ખેડૂત આજે લખો રૂપિયા કમાતો થઇ શકે છે. અહીં જાણો એક સફળ ખેડુતની વાત કે જેમણે ઔષધિની ખેતી કરી. આ સાથે તેમણે ખેતીમાં પ્રાકૃતિક અભગમ પણ દાખવીને ક્રાંતિ સર્જી.

વધુ જુઓ ...
    Success Farmer: ઉત્તર પ્રદેશના સીતાપુરના રહેવાસી અશોક ગુપ્તા પરંપરાગત પાકની ખેતી કરતા હતા. દર વર્ષે સતત મોંઘવારી અને રખડતા પશુઓના આતંકને કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આવી સ્થિતિમાં, કોઈએ તેમને ઔષધીય પાકની ખેતી કરવાની સલાહ આપી. હવે અશોકજી ઔષધીય પાકની ખેતીમાંથી વાર્ષિક લાખોનો નફો કમાઈ રહ્યા છે.

    શરૂઆતનો સમય કઠિન રહ્યો


    અશોક ગુપ્તા પહેલા શેરડી, ઘઉં, ડાંગર જેવા પાકોની ખેતી કરી રહ્યા હતા. પરંતુ તેમાં તેમને દિવસે ને દિવસે મુશ્કેલીઓ પડી રહી હતી. જેમાં રખડતા પશુઓનો ત્રાસ, રાસાયણિક જંતુનાશકો અને ખાતરો પર નિર્ભરતાને કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો હતો. ઘણી વખત ખેતરની આજુબાજુ વાયરની ફેન્સીંગ પણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પશુઓ તેમનો પાક ખાઈ જતા હતા.

    ઔષધીય પાક


    સીતાપુર બિસ્વાન બ્લોકના ગામ કમુવા અશોક ગુપ્તા વધુમાં જણાવે છે કે વર્ષ 2017 માં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કટિયાના સંપર્કમાં આવ્યા પછી, તેમણે સીમૈપ લખનૌ સાથે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાર પછી એક એકર જમીન પર બ્રામ્હી(કડવી લૂણી)ની ખેતીની શરૂઆત કરી. આજે તે એક એકરમાં સરળતાથી વાર્ષિક 2 થી 3 લાખ રૂપિયા કમાઈ શકે છે. આ સાથે તેઓ જિલ્લાના અન્ય લોકોને ઐષધીય ખેતીથી માહિતગાર કરી રહ્યા છે.

    આ પણ વાંચો: દેશના આર્થિક વિકાસમાં કૃષિ યોગદાનને પ્રોત્સાહન આપવું જરૂરી છે, જાણો શા માટે?

    એકજ વખતની મહેનત


    આ ઔષધીય ખેતી ખુબજ લાભદાયી સાબિત થઇ રહી છે. જેમાં ઔષધીય ગુણોને લીધે જાનવરો તેને ખાવા માટે પસંદ કરતા નથી. એક એકરમાં ખેતી માટે 20 થી 25 હજાર સુધીનો ખર્ચો આવે છે. એક વખત વાવણી કર્યા બાદ એક વર્ષમાં ત્રણ વખત પાક આવે છે. આ સિવાય મકાઈ, તુવેર આની સાથે સહ પાક તરીકે વાવી શકાય છે.

    પ્રાકૃતિક ખેતી

    પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ


    ખેડૂતોનું કહેવું છે કે દિન પ્રતિ દિન રાસાયણિક ખેતીથી જમીન પોશક તત્વ વગરની બનતી જઈ રહીં છે અને ઉત્પાદનમાં ઘટાડો થઇ રહ્યો છે. જયારે ખર્ચાઓમાં સત્તત વધારો થઇ રહ્યો છે. જેના સમાધાન રૂપે અને જમીનમાં ફરી પોશક્તત્વનો વધારો થાય એ માટે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળી રહ્યા છે. જેમાં દેશી ગાય, ગૌમૂત્ર, જીવામૃત, ઘનજીવામૃતનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી ખેતી માટેના ખર્ચમાં 75% સુધીનો ઘટાડો થયો છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Agricultural, Krushi, Plantation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन