પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. બધા અન્નદાતાને મારી વિનંતી છે કે તે આ જરૂર વાંચે
નવી દિલ્હી : દિલ્હી બોર્ડર (Delhi Border)પર કૃષિ કાનૂનોને (Farm Laws)લઈને ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar)ખેડ઼ૂતોના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં કૃષિ મંત્રીએ કૃષિ સુધાર કાયદાના ફાયદા ગણાવ્યા છે. આ સાથે તેમણે આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાની વાત પણ કહી છે. કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં લખ્યું કે તે પોતે પણ ખેડૂત છે અને ખેતીના પડકારને સમજે છે. મોદી સરકાર છેલ્લા છ વર્ષોથી ખેડ઼ૂતોને સશક્ત કરવાનો પ્રતત્ન કરી રહી છે. ન્યૂયતમ સમર્થન મૂલ્યને લઈને તેમણે કહ્યું કે એમએસપી યથાવત્ છે અને આગળ પણ ખેડૂતોને એમએસપી મળતી રહેશે.
કૃષિ મંત્રીએ પત્રમાં લખ્યું કે દેશના ઘણા ભાગોમાં ઘણા ખેડૂત સંગઠનોએ કૃષિ સુધાર કાયદાનું સ્વાગત કર્યું છે અને તે આ કાનૂન દ્વારા લાભ પણ ઉઠાવી રહ્યા છે. આ કાનૂનોને લઈને કેટલાક ખેડૂત સંગઠનોમાં ભ્રમ ઉભો કરવામાં આવ્યો છે. જોકે કૃષિ મંત્રી હોવાને કારણે એ મારી ફરજ છે કે તે ખેડૂતોની શંકાઓનું સમાધાન કરે. કૃષિ મંત્રીએ કહ્યું કે નવો કાનૂન લાગુ થયા પછી આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના છેલ્લા બધા રેકોર્ડ તુટી ગયા છે. આમ છતા પણ કેટલાક લોકો ખેડૂતોને ખોટુ બોલી રહ્યા છે કે એમએસપી બંધ કરી દેવામાં આવશે.
કૃષિ મંત્રીએ પોતાના પત્રમાં કૃષિ સુધાર કાનૂનોને લઈને ફેલાવવામાં આવી રહેલા જુઠનો જવાબ પણ આપ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજનીતિક સ્વાર્થથી પ્રેરિત થઈને ખેડ઼ૂતોને ખોટુ જણાવવામાં આવી રહ્યું છે અને કાનૂનને લઈને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા 6 હજાર રૂપિયા વાર્ષિક આપવાનો ઉદ્દેશ્ય છે કે તે દેવું ના કરે. આ સાથે પાક વીમા યોજનાના પણ ફાયદા ગણાવ્યા હતા. નરેન્દ્ર સિંહ તોમરે પોતાના પત્રમાં કહ્યું કે એપીએમસી ચાલુ છે અને ચાલુ રહેશે. એપીએમસીને વધારે મજબૂત બનાવવામાં આવી રહી છે. આ સાથે ખુલ્લા બજારમાં પણ પાકને સારી કિંમત પર વેચવાનો વિકલ્પ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના પત્રને લઈને ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું કે કૃષિ મંત્રીએ ખેડૂત ભાઈ-બહેનોને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. એક વિનમ્ર સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા અન્નદાતાને મારી વિનંતી છે કે તે આ જરૂર વાંચે. દેશવાસીઓને આગ્રહ છે કે તેને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર