કૃષિ બિલ રાજ્યસભામાં પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'

News18 Gujarati
Updated: September 20, 2020, 5:36 PM IST
કૃષિ બિલ રાજ્યસભામાં પાસ થવા અંગે PM મોદીએ કહ્યું, ' 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે'
ફાઈલ તસવીર

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે. સંસદમાં મહત્વનું બિલ પાસ થવા અંગે હુમ મારા પરિશ્રમી અન્નદાતાઓને અભિનંદન પાઠવું છું. આ બિલય કૃષિ ક્ષેત્રમાં આમૂલચૂલ પરિવર્તન લાવશે અને કરોડો ખેડૂતો સશક્ત થશે.'

  • Share this:
નવી દિલ્હીઃ રાજ્યસભામાં (Rajyasabha) કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ 2020, કૃષક કિંમત આશ્વાસન સમજૂતી અને કૃષિ સેવા ઉપર કરાર બિલ 2020ને મંજૂરી મળી ગઈ છે. રાજ્યસભામાં આ બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આજના દિવસે ભારતના કૃષિ ઈતિહાસમાં સૌથી મોટો દિવસ ગણાવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi)દેશના અન્નદાતાઓને અભિનંદન આપ્યા છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ભારતના કૃષિ ઈતિહાસમાં આજે સૌથી મોટો દિવસ છે. સંસદમાં મહત્વનું બિલ પાસ થવા અંગે હુમ મારા પરિશ્રમી અન્નદાતાઓને અભિનંદન પાઠવું છું. આ બિલય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને કરોડો ખેડૂતો સશક્ત થશે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ બિલથી અન્નદાતાઓને વચેટીયાઓથી અને તમામ બંધનોથી આઝાદી મળી છે.' પીએમ મોદીએ લખ્યું છે કે દાયકાઓ સુધી આપણા ખેડૂત ભાઈ બહેન અનેક પ્રકારના બંધનોથી લડી રહ્યા છે. તેમને વચેટીયાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંસદમાં પાસ થયેલા બિલથી અન્નદાતાઓને આ તમામમાંથી આઝાદી મળી છે. આનાથી ખેડૂતોની આવક બેગણી કરવાના પ્રયત્નમાં બળ મળશે. અને તેમની સમૃદ્ધિ સુનિશ્વિત થશે.

તેમણે વધુમાં લખ્યું હતું કે, 'આપણા કૃષિ ક્ષેત્રને આધુનિકતમ ટેક્નોલોજી તત્કાલ જરૂરત છે. કારણ કે આનાથી મહેનતકશ ખેડૂતોને મદદશ મળશે.' આ બિલ પાસ થવા પર આપણા ખેડૂતોની પહોંચ ભવિષ્યની ટેક્નોલોજી સુધી આસાન થશે. આનાથી ઉપજમાં વૃદ્ધી થવાની સાથે સારા પરિણામ સામે આવશે. આ એક આવકાર દાયક પગલું છે.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

ઉલ્લેખનીય છે કે રાજ્યસભા (Rajya Sabha)માં ભારે હોબાળો વચ્ચે આજે કૃષિ બિલો (Agricultural Bills) પાસ કરવામાં આવ્યા છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ અગત્યના બિલ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ, 2020 અને કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, 2020 રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલને લઈ વિપક્ષી પાર્ટીઓના નેતા વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે ઉપસ્થિત માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયું. ઘર્ષણ દરમિયાન જ ઉપસભાપતિની સામેવાળું માઇક તૂટી ગયું.

આ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈકેન્દ્ર સરકાર માટે આ બિલને પાસ કરાવવા કોઈ પડકારથી ઓછા નહોતા. આ બિલને લઈને એનડીએ ગઠબંધનની સૌથી જૂની સહયોગી અકાલફી દળના વિરોધના કારણે સરકાર માટે ગૃહની અંદર અને બહાર પણ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. કૃષિ બિલના પાસ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી કાલે એટલે કે 21 સપ્ટેમ્બર સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને આ કાયદાને લોકતંત્રની હત્યા ગણાવ્યું તો કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેને કાળો કાયદો ગણાવ્યો.

આ પણ વાંચોઃ-ગજબનો કિસ્સોઃ ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરની થઈ એવી હાલત, જાણીને તમે પેટ પકડીને હસવા લાગશો

જોકે, શિરોમણિ અકાલી દળ જે બીજેપીનું સૌથી જૂનું સહયોગ હતું, તેણે બિલનો વિરોધ કર્યો. પાર્ટી સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું. દેશભરના ખેડૂતો બિલનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી કરાર કરી દીધું છે. વિરોધ પક્ષે રાજ્યસભામાં રજૂ થયેલા બિલોને ખેડૂતો માટે ડેથ વોરન્ટ કરાર કર્યા છે.

બિલોને રાજ્યસભામાં રજૂ કરતાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ બિલો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના છે. ખેડૂતોને પોતાની ઉપજ કોઈ પણ સ્થળે કોઈને પણ ઈચ્છા મુજબ ભાવે વેચવાની સ્વતંત્રતા હશે. તેઓએ કહ્યું કે બિલો વિશે અનેક પ્રકારની ધારણાઓ ઊભી કરવામાં આવી છે. આ બિલ એમએસપી સાથે સંબંધિત નથી. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે એમએસપી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બિલોના માધ્યમથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે.
Published by: ankit patel
First published: September 20, 2020, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading