કૃષિ બિલઃ કોંગ્રેસનો પલટવાર, 'આ કાળો દિવસ, મોદી સરકારે ખેડૂતોના પીઠમાં છરો ભોંક્યો'

kc વેણુગોપાલ

આ બિલને લઈને સદનની અંદર અને બહાર વિપક્ષનો પણ હંગામો જોવા મળ્યો છે. બીજી તરફ કોંગ્રેસે આ દિવસને કાળો દિવસ ગણાવતા આરોપ લગાવ્યો છે.

 • Share this:
  નવી દિલ્હીઃ રાજ્યસભામાં (Rajyasabha) આજે કૃષિ બિલ (Agricultural bill) પાસ કરાવતા દરમિયાન થયેલા હોબાળા બાદ સાંજે રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) સહિત છ મંત્રીઓ વિપક્ષ સામે હલ્લાબોલ કર્યું હતું. ઉપસભાપતિ સાથે તથેલા વર્તન સામે સરકારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ તરત બાદ કોંગ્રેસે (congress) પણ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર ઉપર પલટવાર કર્યો હતો.

  રાજ્યસભામાં ધ્વનિ મતથી કૃષિ સાથે જોડાયેલા બે બિલો પાસ કરવામાં આવ્યા છે. આ બિલને લઈને સદનની અંદર અને બહાર વિપક્ષનો પણ હંગામો જોવા મળ્યો છે. બીજી તરફ કોંગ્રેસે આ દિવસને કાળો દિવસ ગણાવતા આરોપ લગાવ્યો છે કે, મોદી સરકાર રાજનીતિક દળો, ખેડૂતો અને સંસદની અનદેખી કરી રહી છે.

  બિલ અને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર ઉપર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આ મુદ્દા ઉપર કહ્યું હતું કે મોદી સરકારે ખેડૂતોની પીઠ ઉપર છરો ભોંક્યો છે. જ્યારે સરકારને અહેસાસ થયો કે તેની પાસે બહુમત નથી તો સરકારે ધ્વનિ મતથી બિલ પાસ કરાવ્યું છે. આ આપણા લોકતંત્રમાં 73 વર્ષમાં કાળો દિવસ છે. આ એક સનિયોજિત હુમલો હતો. 2020માં આઝાદીની લડાઈ પીએમ મોદી સામે લડાશે.

  આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો માર

  પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે સરકાર થકી રાજનીતિક દળો, ખેડૂતો અને સંસદને પણ સાંભળવામાં નથી આવતા. મુખ્ય સચેતક રજયરામ રમેશે અનુરોધ કર્યો છે કે મંત્રી કાલે જવાબ આપી શકે છે. બિલ કાલે પાસ કરી શકાશે. પરંતુ રાજ્યસભાના ઉપસભાપતિ માન્યા નહીં.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સપ્તાહમાં ચાંદીમાં રૂ.1000 અને સોનામાં રૂ.500નો થયો વધારો, આગળ શું થશે?

  કેસી વેણુગોપાલે કહ્યું કે એક સાંસદનો મૌલિક અધિકારને રોકવામાં આવ્યો છે. આ માટે કોણ જવાબદાર છે. આ પહેલા ક્યારે આવું થયું નથી. રાજનાથ સિંહ ઉપસભાપતિના કામની નિંદા કરવાના બદલે તેમના કાર્યોને યોગ્ય ગણાવે છે. આજે આખું પ્રકરણ બીજેપીનું એક ષડયંત્ર હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ છેલ્લા છ મહિનાનું ભાડું રૂ.6 લાખ અને આવક શૂન્ય, એમસી સ્ટોલ ધારક વેપારીઓની વેદના, રાહત માટે માંગણી 

  ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કૃષિ બિલ (Agriculture Bills) અને રાજ્યસભા (Rajyasabha)માં વિપક્ષના હંગામાઓ લઈને પાંચ અન્ય કેન્દ્રિય મંત્રીઓની સાથે પ્રેસ કોન્ફરન્સના રાજ્યસભામાં થયેલા હંગામા ઉપર રાજનાથ સિંહે કહ્યું કે આવી ઘટના સંસદની ગરિમાને અનુરુપ નથી. આને સંસદની ગરિમાને ઠેસ પહોંચી છે. રાજનાથ સિંહે કહ્યં કે કૃષિ બિલને લઈને વિપક્ષે જે રીતે હંગામો કર્યો તે લોકતાંત્રિક પ્રક્રિયાની સંપૂર્ણ પણે વિરુદ્ધમાં છે.

  રાજનાથે કહ્યું કે, હું આ પ્રકારના વ્યવહારને સંપૂર્ણપણે વખોડું છું. કૃષિ બિલ લઈને રાજનાથ સિંહે કહ્યું કે હું ખુદ ખેડૂત છું હું ખેડૂતોની મુશ્કેલીઓ સમજું છું. આ સમકાર પણ ખેડૂતોની મુશ્કેલીઓને સમજે છે. કેન્દ્ર સરકાર એવા એક પણ પગલાં નથી ભરે જેનાથી કોઈપણ પ્રકારે ખેડૂતોને નુકસાન થાય.

  વિપક્ષના હંગામાને લઈને રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના દુખદ હતી. દુર્ભાગ્યપૂર્ણ હતી. આ સાથે જ શરમજનક હતી. સંસદીય કાર્યવાહી સુચારુ રુપથી ચ લાવવા માટે સત્તા પક્ષની જવાબદારી બને છે. જેમાં વિપક્ષનો સહયોગ અપેક્ષિત છે. રાજનાથ સિંહે કહ્યું કે સામાન્ય ખેડૂતોની અંદર ખોટી ગેરસમજ ઊભી કરીને રાજનીતિક સ્વાર્થને સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે.

  આ બિલ લાગુ કર્યા બાદ સ્વાભાવિક રૂપથી ખેડૂતોની આવક વધશે પરંતુ ખેડૂતો વચ્ચે ખોટી સમજ ઊભ કરવામાં આવી રહી છે કે એપીએમસી ખતમ કરી દેવામાં આવશે. કેપીએમસી સમાપ્ત કરી દેવાશે. રાજનાથ સિંહે કહ્યું કે હકીકત એવી છે કે આ બિલ પાસ થયા બાદ આપણા દેશમાં ખેડૂતો જ્યાં ઈચ્છે ત્યાં પોતાનો માલ વેચી શકશે.
  Published by:ankit patel
  First published: