કૃષિ સુધારથી નવા બજારો બનશે, ખેડૂતોની આવકમાં વધારો થશેઃ PM મોદી

વડાપ્રધાન મોદીની તસવીર

આજે ભારતીય ખેડૂત પોતાની ઉપજને મંડીઓની સાથે બહાર વેચી શકે છે. તેઓ પોતાની ઉપજને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ વેચી શકે છે.

 • Share this:
  નવી દિલ્હીઃ વિરોધ પ્રદર્શન યથાવત (farmer protest) રહેવાના કારણે કૃષિ કાયદાઓ (krishi bill) વિશે દરેક ખેડૂતોની આશંકાઓને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) શનિવારે કહ્યું હતું કે, ખેત સુધાર કૃષિ અને સંબંધિત ક્ષેત્રો વચ્ચેની અડચણોને ઓછી કરવામાં મદદ કરશે. જેનાથી ખેડૂતો (farmers) માટે નવા બજારો બનશે. કૃષિ ક્ષેત્રે લાભ થશે.

  પીએમ નરેન્દ્ર મોદીએ ફેડરેશન ઓફ ઈન્ડિયા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ની 93મી વાર્ષીક સામાન્ય બેઠકમાં જણાવ્યું હતું કે, 'આજે ભારતીય ખેડૂત પોતાની ઉપજને મંડીઓની સાથે બહાર વેચી શકે છે. તેઓ પોતાની ઉપજને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ વેચી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'ખેડૂતીની આવક વધારવા અને તેમને વધારે સમૃદ્ધ બનાવવા માટે બધા પહેલ કરી રહ્યા છે.'

  પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું. એક યોગ્ય અને ન્યાયપૂર્ણ સરકાર ઈચ્છે છે કે બધા હિતધારક પોતાની પ્રતિભાનો ઉપયોગ કરે અને યોગદાન આપે. ભારતનો કોર્પોરેટ ટેક્સ દુનિયામાં સૌથી વધારે પ્રતિસ્પર્ધી છે. આપણે એ કેટલાક દેશો પૈકી છે જેની પાસે ફેસલેસ મૂલ્યાંકન અને ફેસલેસ અપીલની સુવિધા છે. એક જીવંત અર્થવ્યવસ્થામાં જ્યારે એક સેક્ટર વધે છે ત્યારે તેનો અન્ય ક્ષેત્રો ઉપર પણ સીધી અસર પડે છે.

  આ પણ વાંચોઃ-સુરત: એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણનાં મોત, નદી કિનારે નેપાળી પરિવારનો કલ્પાંત

  વિવિધ ઉદ્યોગોમાં બાધાઓ વિષય ઉપર જોર આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ભારતની અર્થવ્યવસ્થામાં જે આવશ્યક છે તે દીવાર નહીં પરંતુ વધારેમાં વધારે પુલ છે. જેથી કરીને એકબીજાનું સમર્થન કરીને મદદ કરે.'

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું, થલતેજની હોટલમાં યુવકની આત્મહત્યા

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! સ્કૂલ જઈ રહેલી શિક્ષિકા ઉપર પડ્યો 11KV વીજળીનો તાર, સ્કૂટી સહિત જીવતી ભડથું થઈ ટીચર

  આંદોલનકારી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન તેજ થયા બાદ શનિવારે સવારે હરિયાણામાં ટોલ પ્લાઝાને બંધ કરવામાં આવ્યો હતો. કારણ કે કેન્દ્ર સરકાર સાથે વાતચીત અનિર્ણાયક રહી હતી.  ઉલ્લેખનીય છે કે, જયપુર-દિલ્હી અને દિલ્હી-આગ્રા એક્સપ્રેસવે ઉપર જામ કરવાની આંદોલનકારી ખેડૂતોની જાહેરાત કર્યા બાદ દિલ્હી પોલીસે શનિવારે શહેરની સીમા ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી છે.
  Published by:ankit patel
  First published: