Home /News /national-international /આ વૃદ્ધ મહિલા ભીખ માંગી રહી, વૃદ્ધાની પીડા - ' 20 જમીનની માલિક હતી, ભગવાન આવો પુત્ર કોઈને ન આપે'
આ વૃદ્ધ મહિલા ભીખ માંગી રહી, વૃદ્ધાની પીડા - ' 20 જમીનની માલિક હતી, ભગવાન આવો પુત્ર કોઈને ન આપે'
આગ્રા વૃદ્ધ મહિલાએ જણાવી આપવીતી
એકના એક પુત્રએ કરી દુર્દશા, દીકરાએ તેની સાથે જે કર્યું છે તેના માટે કોઈ માફી નથી, ભીખ માંગવા હું ક્યારેય ગંદા કપડા નહીં પહેરૂ, વૃદ્ધાની કહાની સાંભળી લોકોની આંખ છલકાઈ ગઈ
આગ્રા : વૃદ્ધ મહિલાએ કહ્યું કે, હવે માત્ર ભગવાન જ ન્યાય કરશે. દીકરાએ તેની સાથે જે કર્યું છે તેના માટે કોઈ માફી નથી, ભીખ માંગવા હું ક્યારેય ગંદા કપડા નહીં પહેરૂ, વૃદ્ધાની કહાની સાંભળી લોકોની આંખ છલકાઈ ગઈ
આગ્રા : એક સમયે વીસ વિઘા જમીનની માલિક રહેલી 70 વર્ષીય મહિલાને આજે પુત્રના કારણે આગ્રાના રસ્તાઓ પર ભીખ માંગવી પડી રહી છે. જ્યારે ન્યુઝ18એ સ્વચ્છ સાડીમાં એક મહિલાને સારા ઘરની જોઈ, સાથે તેના દ્વારા ભીખ માંગવાનું કારણ પૂછ્યું, ત્યારે મહિલાના હૃદયમાં છુપાયેલી પીડા આંસુના રૂપમાં છલકાઈ ગઈ. વૃદ્ધ મહિલાએ કહ્યું કે, તે મજબૂરીમાં ભીખ માંગી રહી છે. તેનો પુત્ર તેને રસ્તા પર લાવ્યો.
મહિલાએ કહ્યું કે, જમીન અને સંપત્તિ તમામ પુત્રોના કારણે વેંચી દેવી પડી. મહિલાના કહેવા પ્રમાણે, તેનો પુત્રને ડ્રગ્સની લત ચઢી ગઈ છે. એકના એક પુત્રએ તેને ક્યાંયયની ના છોડી, તેથી તે ભીખ માંગીને જીવન ગુજારી રહ્યા છે. પરંતુ હવે યોગી સરકારની વૃદ્ધ હેલ્પલાઇન આ મહિલાને મદદ કરશે, જેની પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારે વૃદ્ધો માટે હેલ્પલાઈન નંબર 14567 સેવા ચલાવી રહી છે.
મહિલાએ કહ્યું કે, રાત્રે તે મંદિરમાં જઈને સુઈ જાય છે. લોકો તેના સાફ કપડાં જોઈને અવારનવાર આગ્રાના રાજાના મંડી સ્ટેશન રોડની આસપાસ રોકાતા વાહનોના ડ્રાઇવરોની સામે પોતાનો હાથ ફેલાયેલી મહિલાને કંઇપણ આપવાનો ઇનકાર કરે છે. મહિલાએ રડતાં કહ્યું કે, ગુજરાન ચલાવવા ગંદા કપડા તે ક્યારેય પહેરશે નહીં. મહિલાએ કહ્યું કે, તેનું સુખી કુટુંબ હતું, પરંતુ એકનો એક પુત્ર લાડ-પ્રેમમાં એટલો બગડી ગયો કે, ઘરની મિલકતો એક પછી એક વેચાતી રહી.
વૃદ્ધ મહિલાએ કહ્યું કે, હવે માત્ર ભગવાન જ ન્યાય કરશે. દીકરાએ તેની સાથે જે કર્યું છે તેના માટે માફી નથી. મહિલાએ એમ પણ કહ્યું કે, જ્યારે તે એક-બે દિવસ ભીખ માંગે અને લોકો પાસેથી જે કંઇક મેળવે છે, ત્યારે તે મંદિરમાં જાય છે અને જીવન નિર્વાહ કરે છે. પછી જ્યારે બધા પૈસા ખર્ચ થઈ જા છે, ત્યારે તે ફરી એકવાર રસ્તા પરના લોકો સામે હાથ ફેલાવવા મજબુર થઈ જાય છે.
વૃદ્ધ મહિલાએ કહ્યું કે, તેને ભીખ માંગવી પસંદ નથી, પરંતુ આ ઉંમરે કંઇ કરી શકાય તેમ નથી. મહિલાની પીડા સાંભળીને, ઘણા લોકોએ તેને રાજાના મંડી સ્ટેશન નજીક મદદ પણ કરી. મદદ માટે લોકોએ હાથ લંબાવતા વૃદ્ધ મહિલાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. મહિલાએ કહ્યું કે, તેનો પરિવાર તેના જીવનના દરેક તબક્કે ખુશ રહ્યો, પરંતુ હવે ઉંમરના અંતમાં જે કરવું પડી રહ્યું છે, તે વિશે તેણે સપનામાં પણ ક્યારે વિચાર્યું ન હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર