યૂપીના આગરાથી કોંગ્રેસની મહિલા ઉમેદવારનો રોતા રોતા ભાષણ આપતો વીડિયો વાયરલ થયો છે. આગરા લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર પ્રીતા હરિતને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બુધવારે પ્રીતા હરિત ભાષણ દરમ્યાન જ રોવા લાગ્યા. પ્રીતા હરિતે રોતા રોતા કહ્યું કે, તમારા લોકોની સહાયતા માટે મે સરકારી નોકરી છોડી દીધી છે, જ્યારે મારી નોકરીને હજુ પાંચ વર્ષ બાકી છે.
પ્રીતા હરિતે રોતે રોતા કહ્યું કે, હું જન્મથી જ કોંગ્રેસી છુ. મારા પિતાએ પણ ચૂંટણી લડવા માટે નોકરી છોડી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળી શકી. ત્યારબાદ સાત વર્ષ સુધી બેરોજગાર રહ્યા. હું પણ તે પરંપરા લઈને આવી છું. હું જન્મજાત કોંગ્રેસસી છું. મે ઘણો સંઘર્ષ કર્યો છે.
તમને જણાવી દઈએ કે, આગરામાં કોંગ્રેસની એક સભા ચાલી રહી હતી. ત્યારે જ કાર્યકર્તાઓએ હંગામો શરૂ કરી દીધો. તેને જોતા પ્રીતા હરિત ઘણી પરેશાન થઈ ગઈ. તે એટલા હેરાન થઈ ગયા કે, તેમના બોલતા સમયે કેટલાક લોકોએ તાલીઓ વગાડી તો તેમણે લોકોને તાલી પાડવા માટે પણ રોકી દીધા. ત્યારબાદ પ્રીતા ભાષણ આપતા રોવા લાગ્યા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો.