શાક વેચનારા ફેરિયાનો COVID-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 2000 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરાયા

ફેરિયો જે વિસ્તારમાં શાકભાજી વેચતો હતો ત્યાં સીલ મારવામાં આવ્યું, સંક્રમણનું પગેરું શોધવું ખૂબ જ અઘરું

ફેરિયો જે વિસ્તારમાં શાકભાજી વેચતો હતો ત્યાં સીલ મારવામાં આવ્યું, સંક્રમણનું પગેરું શોધવું ખૂબ જ અઘરું

 • Share this:
  આગ્રાઃ તાજ નગરી આગ્રા (Agra)માં કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. જે રીતે જિલ્લામાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેનાથી કોમ્યુનિટી સ્પ્રેડનો ખતરો પણ ઉત્પન્ન થઈ રહ્યો છે. શહેરના ફ્રીગંજના ચમનલાલ વાડામાં શાકભાજી વેચનારામાં કોરોના સંક્રમણની પુષ્ટિ થાય બાદ જિલ્લા પ્રશાસન તથા આરોગ્ય વિભાગમાં હોબાળો થઈ ગયો છે. પ્રશાસને તાત્કાલિક ચમનલાલ વાડા વિસ્તારને સીલ કરતાં લગભગ 2000 લોકોને હોમ ક્વૉરન્ટાઇન (Home Quarantine) કરી દીધા છે.

  મળતી માહિતી મુજબ, સંક્રમિત દર્દી ઓટો ચલાવતો હતો, પરંતુ લૉકડાઉનના કારણે તે શાકભાજી વેચવા લાગ્યો હતો. બીમાર પડતાં જ્યારે તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તે પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. હવે જિલ્લા પ્રશાસનની સામે સૌથી મોટો પડકાર તેના સંપર્કમાં ઓવલા લોકોને ટ્રેસ કરવાનો છે. હાલ વિસ્તારના 2000 લોકોને તકેદારીના ભાગ રૂપે ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે તે સંક્રમિત કેવી રીતે થયો. સવાલ એ પણ છે કે જો તે ઓટો ચલાવવા દરમિયાન સંક્રમિત થયો હતો તો તે સવારી કોણ હતી? તેને શોધવી પણ એક પડકાર છે. સાથોસાથ તે કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો હતો તેની વિશે પણ પ્રશાસન માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  આ પણ વાંચો, Corona: તાવ અને શરદીની દવા ખરીદનારનો રેકોર્ડ રાખશે મેડિકલ સ્ટોર, રાજ્ય સરકારોને આદેશ

  આગ્રામાં 241 દર્દી

  આગ્રા ઉત્તર પ્રદેશનું સૌથી મોટું હોટસ્પોટ તરીકે ઉભરીને સામે આવ્યું છે. શનિવારે સંક્રમણના 45 નવા કેસ આવતાં જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 241 થઈ ગઈ છે. તાજ નગરીમાં મળેલા નવા દર્દી કોરોના દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. બીજી તરફ, આગ્રામાં કોરોના વાયરસ સંક્રમણથી અત્યાર સુધી 5  લોકોનાં મોત થયા છે.

  આ પણ વાંચો, દેશમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટિવનું મોત, 45 દિવસના શિશુએ હૉસ્પિટલમાં ગુમાવ્યો જીવ
  Published by:Mrunal Bhojak
  First published: