Home /News /national-international /

કાસગંજ હિંસાના વીડિયોમાં યુવકના એક હાથમાં તિરંગો, બીજા હાથમાં છે ગન

કાસગંજ હિંસાના વીડિયોમાં યુવકના એક હાથમાં તિરંગો, બીજા હાથમાં છે ગન

ઉત્તરપ્રદેશના કાસગંજમાં ગણતંત્ર દિવસ પર નીકળેલી તિરંગા યાત્રા દરમિયાન થયેલ હિંસા પહેલા એક નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કેટલાક યુવક એક હાથમાં તિરંગો અને બીજા હાથમાં ગન પકડેલા દેખાય છે. જો કે ન્યૂઝ 18 આ વીડિયોની પુષ્ટિ નથી કરતા.

વીડિયોમાં કેટલાક યુવકના હાથમાં ડંડા દેખાઈ રહ્યાં છે જો કે કોઈપણ યુવકના હાથમાં પાકિસ્તાની ઝંડા દેખાતા નથી. આ એક મોબાઈલ વીડિયો છે જેને ઘરની અગાશીમાંથી શૂટ કરવમાં આવ્યો છે. વીડિયોમાં ફાયરીંગની અવાજ પણ આવે છે. ચંદન ગુપ્તાની મોત પણ તે જ વખતે થઈ હતી જે સમયે આ વીડિયોમાં ફાયરીંગનો અવાજ સંભળાય છે. જણાવી દઈએ કે 26 જાન્યુઆરીના રોજ તિરંગા યાત્રા દરમિયાન ભડકેલી હિંસામાં 22 વર્ષના ચંદન ગુપ્તાની મોત થઈ હતી. આ પહેલા ચંદનનો એક વીડિયો સામે આવી ચૂક્યા છે જે એની મોત પહેલાનો છે. જેમાં તે પોતાના મિત્રો સાથે તિરંગા યાત્રા નીકાળતા દેખાય છે.

ચંદનના પિતાનું એફઆઈઆરમાં નિવેદન
ચંદનના પિતા સુશીલ ગુપ્તાએ FIRમાં દાવો કર્યો કે જ્યારે તેમનો છોકરો તિરંગા માર્ચ કરી રહ્યો હતો તે વખતે કેટલાક મુસલમાનોએ તેમને રોકી લીધા. તેને મારવા માટે પહેલાથી જ પ્લાન નક્કી કરી દેવાયો હતો. મુસલમાનોએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના  નારા પણ લગાવ્યા અને જ્યારે ચંદને આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેની પર ગોળીઓ વર્ષાવી.

અત્યાર સુધી 117 લોકોની અટકાયત
કાસગંજમાં 26 જાન્યુઆરીની સવારે તે વખતે સાંપ્રદાયક હિંસા શરૂ થઈ જ્યારે અજાણ્યા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ યાત્રામાં વિશ્વ હિંદુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા સામેલ હતાં. હજી સુધી પોલીસે કાસગંજ હિંસામાં કથિત રીતે સામેલ લગભગ 117 લોકોની અટકાયત કરાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Kasganj, Kasganj Violance

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन