તાજ મહેલને સાચવી ના શકતા હો તો પાડી નાંખો: સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: July 11, 2018, 5:37 PM IST
તાજ મહેલને સાચવી ના શકતા હો તો પાડી નાંખો: સુપ્રીમ કોર્ટ
News18 Gujarati
Updated: July 11, 2018, 5:37 PM IST
સુપ્રીમ કોર્ટે તાજમહેલના સંરક્ષણમાં ખામીઓ હોવાને લઈને કેન્દ્ર અને તેની વિભિન્ન ઓર્થોરિટીને આડે હાથે લીધી છે. કોર્ટે કેન્દ્ર અને યૂપી સરકારના ચિંતા વગરના વલણને લઈને ખુબ જ કડક શબ્દોમાં કહ્યું છે કે, "જો તમે મુગલકાળની આ ઐતિહાસિક ઈમારતને સંભાળી શકતા નથી તેને પાડી નાંખો."

સુપ્રિમ કોર્ટે તે વાત પર પણ નારાજગી વ્યક્ત કરી છે કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર તાજમહેલની સુરક્ષા અને સંરક્ષણને લઈને વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે આના સાથે જ આ મહત્વપૂર્ણ સ્મારકના સંરક્ષણને લઈને કેન્દ્રની તરફથી ઉઠાવવામાં આવેલ પગલાઓ અને આગળ માટે જરૂરી કાર્યવાહી વિશે વિસ્તૃત જાણકારી આપવાનું કહ્યું છે.

જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે કહ્યું કે, તાજમહેલના સંરક્ષણ વિશે સંસદની સ્થાયી કમિટીની રિપોર્ટ છતાં સરકાર કોઈ નક્કર પગલા લીધા નથી.

સુપ્રીમ કોર્ટ બેન્ચે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું છે કે, તાજમહેલના આસપાસ ઉદ્યોગોને વધારવાની અનુમતિ કેમ આપી? સુપ્રીમ કોર્ટે પેરિસના એફિલ ટાવરનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકાર ત્યાંથી શિખામણ લે કે ઐતિહાસિક ઈમારતોને કેવી રીતે સંભાળી શકાય છે.

જ્યારે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, આઈઆઈટી-કાનપુર તાજમહેલ અને તેના નજીક વાયુ પ્રદૂષણના સ્તરનું આકલન કરવામાં આવી રહ્યું છે અને ચાર મહિનામાં પોતાની રિપોર્ટ આપશે. કેન્દ્ર સરકારે તે પણ જણાવ્યું કે, તાજમહેલ અને તેના આજુબાજુના સ્ત્રોની માહિતી મેળવવા માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જે આ વિશ્વ પ્રસિદ્ધ સ્મારકના સંરક્ષણના ઉપાય જણાવશે.

સુપ્રીમ કો્ટની બે સભ્યોવાળી બેન્ચે આ મામલાની આવતી સુનાવણી 31 જુલાઈએ નક્કી કરી છે, ત્યાર પછી તે દરરોજ આ મામલાને લઈને સુનાવણી કરશે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...