આગ્રામાં મોટી દુર્ઘટનાઃ રસ્તા કિનારે સૂતા લોકો બેકાબૂ ટ્રક નીચે કચડાયા, 5નાં મોત, 2 ગંભીર

News18 Gujarati
Updated: July 8, 2020, 7:28 AM IST
આગ્રામાં મોટી દુર્ઘટનાઃ રસ્તા કિનારે સૂતા લોકો બેકાબૂ ટ્રક નીચે કચડાયા, 5નાં મોત, 2 ગંભીર
કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો પર ટ્રક આફત બનીને આવી, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

કચરો વીણીને ગુજરાન ચલાવતા લોકો પર ટ્રક આફત બનીને આવી, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત

  • Share this:
આગ્રાઃ તાજનગરી આગ્રા (Agra)ના સિકંદરા વિસ્તારમાં નેશનલ હાઇવે-2 પર રસ્તા કિનારે સૂઈ રહેલા લોકો પર એક બેકાબૂ ટ્રક ચઢી ગઈ. મંગળવાર મોડી રાત્રે બનેલી આ કરૂણ દુર્ઘટના (Road Accident)માં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ઘટના અંગે જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ ટ્રકને પણ જપ્ત કરી લેવામાં આવી છે. તમામ શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.

મૃતકો કચરો વીણવાનું કામ કરતા હતા

મળતી માહિતી મુજબ, ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હોવાનું કહેવાય છે. નેશનલ હાઇવે-2 પર રસ્તાના કિનારે કચરો વીણનારા સાત લોકો સૂઈ રહ્યા હતા. તે સમયે જ કાનપુર તરફથી આવી રહેલી ટ્રક બેકાબૂ થઈને તેમની પર ચઢી ગઈ.

આ પણ વાંચો, ...જ્યારે પ્રેક્ટિસ દરિમયાના ફુટબૉલર પર ત્રાટકી વીજળી

આ પણ વાંચો, મરતાં પહેલા સિપાહીએ હાથ પર લખ્યો કારનો નંબર, હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

આ કરૂણ દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસ ડ્રાઇવરની ધરપકડ કરી અકસ્માતની તપાસમાં લાગી છે.(ઇનપુટઃ આરિફ)

 
Published by: Mrunal Bhojak
First published: July 8, 2020, 7:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading