આગ્રા : તાજનગરી આગ્રા(Agra)ના કમલા નગરમાં શનિવારે ધોળેદિવસે લૂટારૂઓએ લૂંટ (Robbery)ની ઘટનાને અંજામ આપી ચકચાર મચાવી દીધી છે. મણપ્પુરમ ગોલ્ડ લોન કંપનીની શાખામાં ઘૂસેલા અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓએ સ્ટાફને બંધક બનાવ્યો હતો. ત્યાંથી તેઓએ 18 કિલો સોનું અને 5 લાખ રૂપિયા લૂંટીને નાસી ગયા હતા. ધોળે દિવસે બનેલી લૂંટની આ ઘટનાથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. એડીજી રાજીવ કૃષ્ણા, આઈજી નવીન અરોરા અને એસએસપી મુનિરાજ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તમામ પોલીસ અધિકારીઓ લોન કંપનીની શાખામાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે અને કંપનીમાં પોસ્ટ કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એત્માદપુર વિસ્તારમાં પોલીસ સાથે ઘર્ષણમાં બે આરોપીની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી લૂંટાયેલી વસ્તુઓ પણ મળી આવી છે. એન્કાઉન્ટરમાં આરોપીઓને પગમાં ગોળી વાગી છે.
મળતી માહિતી મુજબ, કમલા નગરમાં સેન્ટ્રલ બેંક રોડ પર મણપ્પુરમ ગોલ્ડ લોન કંપનીની ઓફિસ છે. કંપનીમાં અડધો ડઝન સશસ્ત્ર લૂંટારૂઓ ઘુસી ગયા હતા. અંદર આવતાની સાથે જ તેમણે ત્યાં હાજર સ્ટાફને બંદૂકના જોરે બાનમાં લીધો હતો. તેઓએ ત્યાં હાજર તમામ સોનાના આભૂષણોની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ત્યાં રાખેલા 5 લાખ રૂપિયાની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. લૂંટ આચર્યા બાદ કંપનીના કર્મચારીઓને અંદર જ બંધ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું છે કે, આશરે 9 કરોડ રૂપિયા આ લૂંટના ખુલાસા માટે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાઓ પણ ફંગોળવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ તપાસવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત સર્વેલન્સ અને ક્રાઈમ બ્રાંચની ટીમો પણ તપાસમાં લાગી ગઈ છે. એસપી સિટી રોહન પી બોત્રેએ જણાવ્યું હતું કે, ઘટના બાદ દરેકને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અનેક ઇનપુટ્સ મળ્યા છે, જેને પગલે લૂંટારૂઓની શોધ કરવામાં આવી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર