Home /News /national-international /

મેડિકલ સ્ટુડન્ટ યોગિતા ગૌતમની નિર્મમ હત્યા, આરોપી ડૉક્ટર વિવેક તિવારીની ધરપકડ

મેડિકલ સ્ટુડન્ટ યોગિતા ગૌતમની નિર્મમ હત્યા, આરોપી ડૉક્ટર વિવેક તિવારીની ધરપકડ

ડૉ. વિવેક તિવારી યોગિતા સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો, અપહરણ બાદ હત્યાનો આરોપ

ડૉ. વિવેક તિવારી યોગિતા સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યો હતો, અપહરણ બાદ હત્યાનો આરોપ

    હિમાંશુ ત્રિપાઠી, આગ્રાઃ આગ્રાની એસએન મેડિકલ કાલેજ (SN Medical College)ની સ્ત્રી રોગ વિભાગની પીજી સ્ટુડન્ટ ડૉ. યોગિતા ગૌતમ (Dr Yogita Gautam)ની નિર્મમ હત્યા (Murder)ના મામલામાં પોલીસે (Police) સાથી ડૉક્ટર વિવેક તિવારી (Dr Vivek Tiwari)ની ધરપકડ કરી લીધી છે. નોંધનીય છે કે, બુધવાર સવારે ફતેહાબાદ હાઈવે પર બમરૌલી કટારા વિસ્તારમાં ડૉ. યોગિતા ગૌતમની લાશ મળી હતી. તેમના માથા પર પ્રહાર કરી હત્યા કરવામાં આવી હતી. આ પહેલા યોગિતાના ભાઈ ડૉ. મોહિન્દર કુમાર ગૌતમે ઉરઇમાં તૈનાત મેડિકલ ઓફિસર ડૉ. વિવેક તિવારીની વિરુદ્ધ આગ્રાના એમએમ ગેટ પોલીસ સ્ટેશનમાં બહેનના અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

    એડીજી અજય આનંદે જણાવ્યું કે, બુધવાર સવારે બમરૌલી કટારા (ડૌકી)ની પાસે એક યુવતીની લાશ મળી હતી. યુવતીની ઓળખ ડૉ. યોગિતા ગૌતમ તરીકે થઈ હતી. આ મામલામાં પોલીસ ટીમે ઉરઈથી આરોપી ડૉ. વિવેક તિવારીને પકડ્યો છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પાસે એ વાતના પણ પુરાવા છે કે વિવેક તિવારી મંગળવાર સાંજે આગ્રામાં જ હતો.

    આ પણ વાંચો, Agra Bus Hijack: માસ્ટરમાઇન્ડ પ્રદીપ ગુપ્તાને પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં વાગી ગોળી

    MBBSમાં એક વર્ષ સીનિયર હતો ડૉ. વિવેક તિવારી

    નફજગઢ દિલ્હી નિવાસી ડૉ. મોહિન્દર કુમાર ગૌતમે બહેનના અપહરણ થયાની જાણ પોલીસને કરી હતી. તેઓએ જણાવ્યું કે, તેમની બહેને મુરાદાબાદના તીર્થંકર મહાવીર મેડિકલ કોલેજમાં વર્ષ 2009માં એડમિશન લીધું હતું. આ દરમિયાન તેનો પરિચય ડૉ. વિવેક તિવારી સાથે થયો હતો. ડૉ. વિવેક તિવારી યોગિતાથી એક વર્ષ સીનિયર હતો. તેઓએ જણાવ્યું કે, મંગળવારે ડૉ. વિવેક તિવારી યોગિતાને બળજબરીથી ગાડીમાં ખેંચીને લઈ ગયો હતો. તેના સીસીટીવી ફુટેજ પણ છે. ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી.

    આ પણ વાંચો, ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની સાથે ગેંગરેપ બાદ હત્યાની આશંકા

    લગ્ન કરવા માંગતો હતો ડૉ. વિવેક તિવારી

    યોગિતાના ભાઈએ જણાવ્યું કે, ડૉ. વિવેક તિવારી લાંબા સમયથી ડૉ. યોગિતા ગૌતમને હેરાન કરી રહ્યો હતો. તે એમબીબીએસમાં તેનાથી એક વર્ષ સીનિયર હતો અને તે સમયથી જ યોગિતાને પસંદ કરતો હતો. સતત લગ્નનું દબાણ કરી રહ્યો હતો, પરંતુ યોગિતા તેની સાથે કોઈ સંબંધ નહોતો રાખવા માંગતી. તેઓએ જણાવ્યું કે, મંગળવાર સાંજે સવા ચાર વાગ્યે યોગિતાએ ઘર પર ફોન કરીને જણાવ્યું હતું કે વિવેકે તેની ડિગ્રી કેન્સલ કરાવવાની ધમકી આપી હતી. ત્યારબાદથી તે આગ્રા માટે રવાના થઈ ગયો. તે મોડી રાત સુધી બહેનના ઘરે પહોંચ્યો, પરંતુ તે ત્યાં નહોતી. સીસીટીવીમાં જોવા મળ્યું કે યોગિતા ઘરેથી બહાર ગઈ અને એક ટાટા નેક્સરથી તેનું અપકરણ કરી દેવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Agra, Crime news, Crime Report, ઉત્તર પ્રદેશ, ગુનો, પોલીસ, સીસીટીવી, હત્યા

    આગામી સમાચાર