Home /News /national-international /આગરામાં ભયંકર રોડ અકસ્માત: રસ્તા પર ઊભેલા ટેન્કરમાં ઘુસી ગઈ બસ; 2ના મોત, 30 ઘાયલ

આગરામાં ભયંકર રોડ અકસ્માત: રસ્તા પર ઊભેલા ટેન્કરમાં ઘુસી ગઈ બસ; 2ના મોત, 30 ઘાયલ

આગરામાં ભીષણ રોડ અકસ્માતમાં 2 પેસેન્જરના મોત

Agra Road Accident: તાજ નગરી આગરાના એત્માદપુર વિસ્તારમાં નેશનલ હાઈવે 19 પર ગુરુવારે સવારે ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે.

    આગરા: તાજ નગરી આગરાના એત્માદપુર વિસ્તારમાં નેશનલ હાઈવે 19 પર ગુરુવારે સવારે ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં બે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 30થી વધારે મુસાફરો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. દુર્ઘટના સમયે ફુલ સ્પિડે આવતી બસે રસ્તા પર ઊભેલા ટેન્કર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસના ચિથરા ઉડી ગયા હતા.

    દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલે બે પેસેન્જરને મૃત જાહેર કર્યા હતા. કહેવાય છે કે મરનારા લોકોનો આંકડો વધી શકે છે. કારણ કે કેટલાય ઘાયલોની હાલત નાજૂક છે.
    Published by:Pravin Makwana
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन