ડૉ. યોગિતા ગૌતમ હત્યાકાંડઃ આરોપી ડૉક્ટરે કહ્યું, પહેલા ગળું દબાવ્યું, પછી ચાકૂથી કર્યો હુમલો

આરોપી મેડિકલ ઓફિસરે કબૂલ્યું કે, મોત થયું છે તે કન્ફર્મ કરવા માથા પર ચાકૂના ઘા માર્યા

આરોપી મેડિકલ ઓફિસરે કબૂલ્યું કે, મોત થયું છે તે કન્ફર્મ કરવા માથા પર ચાકૂના ઘા માર્યા

  • Share this:
    હિમાંશુ ત્રિપાઠી, આગ્રાઃ એસ. એન. મેડિકલ કૉલેજ (SN Medical College)માં પીજીની સ્ટુડન્ટ ડૉ. યોગિતા ગૌતમ હત્યાકાંડ (Dr Yogita Gautam Murder Case)માં ધરપકડ કરાયેલા જાલૌનના મેડિકલ ઓફિસર ડૉ. વિવેક તિવારી (Dr Vivek Tiwari)નું કબૂલનામું સામે આવ્યું છે. ડૉ. વિવેક તિવારીએ પોલીસને જણાવ્યું કે તેણે ડૉ. યોગિતા ગૌતમનું પહેલા ગળું દબાવીને હત્યા કરી અને પછી કન્ફર્મ કરવા ચાકૂથી માથા પર વાર કર્યો. ત્યારબાદ લાશને ઝાડીમાં ફેંકી દીધી. નોંધનીય છે કે, બુધવારે ડૉ. યોગિતા ગૌતમની લાશ આગ્રાના બમરૌલી કટરા (ડૌકી) વિસ્તારમાંથી મળી આવી હતી.

    ન્યૂઝ18ને મળેલા વીડિયોમાં આરોપી ડૉ. વિવેક તિવારી કહી રહ્યો છે કે મંગળવારે તે યોગિતાને મળવા માટે પહોંચ્યો હતો. ત્યાં બંનેની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ત્યારબાદ ડૉ. વિવેકે યોગિતાનું ગળું દબાવીને હત્યા કરી. પરંતુ મોત કન્ફર્મ કરવા માટે કારમાં રાખેલા ચાકૂથી માથા પર વાર પણ કર્યા. ત્યારબાદ સૂમસામ વિસ્તારમાં ઝાડીઓમાં લાશને લાકડા નીચે દબાવીને જાલૌન પરત ફર્યો.


    આ પણ વાંચો, મેડિકલ સ્ટુડન્ટ યોગિતા ગૌતમની નિર્મમ હત્યા, આરોપી ડૉક્ટર વિવેક તિવારીની ધરપકડ

    આરોપી ડૉક્ટરે પહેલા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો

    ડૉક્ટર વિવેક તિવારીએ ધરપકડ બાદ પહેલા તો પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે પોલીસે કૉલ રેકોર્સ્ય અને આગ્રામાં હાજર હોવાના પુરાવા દર્શાવ્યા તો તે ભાંગી પડ્યો. પોલીસના જણાવ્યા મુજબ, વિવેકે જણાવ્યું કે મારા અને ડૉ. યોગિતા વચ્ચે 7 વર્ષથી રિલેશનશિપ હતો. છેલ્લીવાર જ્યારે અમે મળ્યા તો કારમાં ઉગ્ર ચર્ચા થવા લાગી. ત્યારબાદ મેં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી, પરંતુ મને લાગ્યું કે ગળું દબાવ્યા બાદ પણ મોત નથી થયું. હું કારમાં એક ચાકૂ રાખતો ન હોઉં છું. ત્યારબાદ ડૉ. યોગિતાના માથા પર વાર કર્યા. ત્યારબાદ લાશને ઝાડીઓની વચ્ચે લાકડાથી દબાવી દીધી.

    આ પણ વાંચો, ‘Special 26'વાળો અંદાજઃ નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની બે યુવતીઓએ પાડી Raid, આવી રીતે ફુટ્યો ભાંડો

    પરિજનોએ કહ્યું, આરોપી યોગિતાને લગ્ન કરવાનું દબાણ કરતો હતો

    યોગિતાના ભાઈ ડૉ. મોહિન્દર કુમાર ગૌતમે જણાવ્યું કે, ડૉ. વિવેક તિવારી લાંબા સમયથી ડૉ. યોગિતા ગૌતમને હેરાન કરી રહ્યો હતો. તે એમબીબીએસમાં તેનાથી એક વર્ષ સીનિયર હતો અને તે સમયથી જ યોગિતાને પસંદ કરતો હતો. સતત લગ્નનું દબાણ કરી રહ્યો હતો, પરંતુ યોગિતા તેની સાથે કોઈ સંબંધ નહોતો રાખવા માંગતી. તેઓએ જણાવ્યું કે, મંગળવાર સાંજે સવા ચાર વાગ્યે યોગિતાએ ઘર પર ફોન કરીને જણાવ્યું હતું કે વિવેકે તેની ડિગ્રી કેન્સલ કરાવવાની ધમકી આપી હતી. ત્યારબાદથી તે આગ્રા માટે રવાના થઈ ગયો. તે મોડી રાત સુધી બહેનના ઘરે પહોંચ્યો, પરંતુ તે ત્યાં નહોતી. સીસીટીવીમાં જોવા મળ્યું કે યોગિતા ઘરેથી બહાર ગઈ અને એક ટાટા નેક્સરથી તેનું અપકરણ કરી દેવામાં આવ્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: