હિમાંશુ ત્રિપાઠી, આગ્રાઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં જાતિવાદ (Caste System) માણસાઈ (Humanity) પણ ભારે પડવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. આગ્રા (Agra)માં નટ સમાજની મહિલાનું મોત થતાં પરિવારે ગામના એક સ્મશાનમાં તેની ચિતા બનાવી હતી. મુખાગ્નિ આપવાની તૈયારી ચાલી રહી હતી ત્યાં સુધીમાં સવર્ણ સમાજના કેટલાક લોકો ત્યાં પહોંચી ગયા. આરોપ છે કે એ લોકોએ અંતિમ સંસ્કાર (Funeral) બળજબરી કરીને રોકવી દીધા. હોબાળો થયા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. ત્યારબાદ પણ ત્યાં અંતિમ સંસ્કાર ન થયા. પોલીસની હાજરીમાં લાચાર નટ સમાજે મહિલાના પાર્થિવદેહને ચિતા પરથી ઉતાર્યો અને બીજા સ્થળે અંતિમ સંસ્કાર કર્યા.
મળતી જાણકારી મુજબ, મામલો આગ્રાના અછનેરા વિસ્તારના રાયભાનો છે. હવે આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, અછનેરા વિસ્તારમાં 25 વર્ષની પૂજાનું મોત થયું હતું. મહિલાના પાર્થિવદેહને લઈ પરિજનો સ્મશાન પહોંચ્યા. થોડીવારમાં ઠાકુર સમાજના લોકો આવીને વિરોધ કરવા લાગ્યા. અંતે નટ સમાજને ચિતા પરથી મહિલાના પાર્થિવદેહને ઉતારીને પરત મોકલી દેવામાં આવ્યા. પાર્થિવદેહને ચિતાથી ઉતારીને નટ સમાજના લોકોએ બીજા સ્થળે અંતિમ સંસ્કાર કર્યા.
વિવાદ થયા બાદ અછનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે હોબાળો શાંત પાડ્યો, પરંતુ આરોપીઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. એવામાં ન છૂટકે મહિલાના અન્ય સ્થળે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ખાસ વાત એ છે કે દેહાંત થયા બાદ ઉચ્ચ સમાજની સ્મશાન ભૂમિ પર અંતિમ સંસ્કારને લઈ ઊભા થયેલા વિવાદમાં પોલીસે કોઈ પગલાં ન ભર્યા. સાથોસાથ પીડિત પરિવારની મદદ પણ ન કરી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર