આગરા પહોચ્યા યોગી, તાજમહલની બહાર વાળ્યો કચરો

Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 11:20 AM IST
આગરા પહોચ્યા યોગી, તાજમહલની બહાર વાળ્યો કચરો
Network18 | News18 Gujarati
Updated: October 26, 2017, 11:20 AM IST
ગત દિવસોમાં તાજમહલને લઇને શરૂ થયેલાં વિવાદોની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરૂવારે આગરા પહોંચી ગયા છે. યોગી આદિત્યનાથે તાજમહેલનાં પશ્ચિમ ગેટની બહાર કચરો વાળ્યો હતો અને સભાઇ અભિયાનનો તે ભાગ બન્યા હતા. આ દરમિયાન યોગીએ માસ્ક પહેરીને કચરો વાળ્યો હતો.

યોગી આદિત્યનાથ આશરે અડધો કલાક સુધી તાજમહલમાં રહેશે. આ દરમિયાન તે મુઘલ મ્યૂઝિયમ પણ જોશે. મુખ્યમંત્રી પશ્ચિમ ગેટથી સવારે 10.35 વાગ્યે તાજમેહલમાં પ્રવેશ્યા હતા.

મુખ્યમંત્રી ASIની ઓફિસમાં તાજમહલનો પ્રોજેક્ટ પણ જોશે. આ પ્રેઝન્ટેશનમાં તાજની સાચવણી, સંરક્ષણ અને વ્યવસ્થાઓની પણ જાણકારી તેમને આપવામાં આવશે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયુ કે મુખ્યમંત્રી વીડિયો પ્લેટફર્મ પર જ રહેશે કે પછી ડાયના સીટી જઇ ફોટોગ્રાફી પણ કરશે.

First published: October 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर