Home /News /national-international /

Hijack બસની પૂરી કહાણીઃ મુસાફરોને બીજી બસમાં બેસાડીને ‘ગુંડાઓ’ થયા ફરાર

Hijack બસની પૂરી કહાણીઃ મુસાફરોને બીજી બસમાં બેસાડીને ‘ગુંડાઓ’ થયા ફરાર

(પ્રતીકાત્મક તસવીર)

Agra Bus Hijack: ફાઇનાન્સ કંપનીની કર્મચારીઓએ બસના ડ્રાઇવર અને કંડક્ટરને ભોજન કરાવી 300 રૂપિયા પણ આપ્યા હતા

    આગ્રાઃ શ્રીરામ ફાઇનાન્સ કંપની (Shri Ram Finance Company)ના ગુંડાઓ દ્વારા મુસાફરો સહિતની બસ હાઇજેક (Bus Hijack) કરવાની સમગ્ર કહાણી હવે સામે આવી ગઈ છે. મંગળવાર સાંજે 3 વાગ્યે ગુરુગ્રામથી મધ્ય પ્રદેશના પન્ના માટે રવાના થયેલી કલ્પના ટ્રાવેલ્સ (Kalpana Travels)ની બસ રાત્રે 11 વાગ્યે આગ્રા પહોંચે છે. અહીંથી ફાઇનાન્સ કંપનીના ગુંડા ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને પોતાના કબજામાં લઈ લે છે. ત્યારબાદ આગ્રામાં જ મુસાફરોને ઝાંસી માટે બીજી બસમાં બેસાડીને રવાના કરી દે છે. પોતે ખાલી બસને લઈ ગુંડાઓ ફરાર થઈ જાય છે. હવે પોલીસ હાઇજેક કરાયેલી બસ અને મુસાફરોની શોધખોળ કરી રહી છે.

    ખાલી બસને લઈ ગુંડા ઈટાવા માટે રવાના થયા

    મળતી જાણકારી મુજબ, મુસાફરોને ઝાંસી માટે બીજી બસમાં બેસાડીને રવાના કર્યા બાદ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ઈટાવા માટે રવાના થયા. મળતી માહિતી મુજબ, બસ માલિક અશોક અરોડા ગ્લાલિયરના રહેવાસી છે. તેમની પાસે 250 બસો છે. કલ્પના ટ્રાવેલ્સના નામની તેમની બસ સર્વિસ છે. તેમની દીકરીનું નામ કલ્પના છે જેના લગ્ન ઈટાવામાં થયા છે. અશોક અરોડાનું મંગળવારે જ મોત થયું છે. તેમના મોત બાદ ફાઇનાન્સ કંપની તેમની બસોને પાછી ખેંચી રહી છે. હાઇજેક કરવામાં આવેલી બસ ઈટાવા નંબરની છે. જેનું પગેરું હજુ સુધી નથી મળ્યું.

    આ પણ વાંચો, CBI જ કરશે સુશાંત સિંહ કેસની તપાસ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

    અલગ-અલગ બસોમાં મુસાફરોને કર્યા રવાના

    બીજી તરફ, ઘટના બાદ આગ્રાના ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ કમલેશ સિંહે બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરો સાથે પણ વાત કરી. જેમાં મુસાફરોના મઉરાનીપુર પહોંચવા અને ઝાંસીથી બીજી બસની સહાયતાથી આગળની મુસાફરી કરવાની પુષ્ટિ ગઈ છે. કેટલાક મુસાફરો વચ્ચે જ ઉતરી ગયા હોવાની વાત સામે આવી છે.


    આ પણ વાંચો, ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિની સાથે ગેંગરેપ બાદ હત્યાની આશંકા

    આ પણ વાંચો, પાકિસ્તાનનું આવું અપમાન ક્યારેય નથી થયું, કેમ નારાજ છે સઉદી પ્રિન્સ સલમાન?

    યોગી સરકારે કડક કાર્યવાહીની કરી વાત

    આ સમગ્ર મામલામાં યોગી સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું કે, શ્રીરામ ફાઇનાન્સના કર્મચારીઓએ ગુંડાઓ જેવી હરકત કરી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને કંપનીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Agra, Crime news, Crime Report, Hijack, ઉત્તરપ્રદેશ, ગુનો, પોલીસ, બસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन