આરિફ, આગ્રાઃ તાજ નગરી આગ્રા (Agra)માં બુધવારે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓએ મુસાફરોથી ભરેલી એક બસને હાઇજેક (Bus Hijack) કરી દીધી. બસ હાઇજેકની જાણ થતાં જ પોલીસ (Police)બેડામાં દોડાદોડી થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ, ગુરુગ્રામથી મધ્ય પ્રદેશ જઈ રહેલી એક પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી.
ઘટના બુધવાર વહેલી પરોઢની છે. મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં પ્રાઇવેટ બસને હાઇજેક કરી લેવામાં આવી. મળતી માહિતી મુજબ બસમાં 34 મુસાફરો સવાર છે. ડ્રાઇવર અને કંડક્ટરની સૂચના બાદ પોલીસ દોડતી થઇ ગઈ છે. ઘટનાસ્થળે તમામ ઉચ્ચ અધિકારી ઉપસ્થિત છે. જોકે, કસની કોઈ સૂચના નથી મળી રહી.
પોલીસ અને ડ્રાઇવર લઈ રહ્યા છે શ્રીરામ ફાઇનાન્સનું નામ
મુસાફરોથી ભરેલી બસને હાઇજેક કરવાના મામલામાં પ્રાઇવેટ બસના ડ્રાઇવર અને પોલીસ શ્રીરામ ફાઇનાન્સનું નામ લઈ રહ્યા છે. આ બંનેનું કહેવું છે કે આ ફાઇનાન્સ કંપનીના લોકો ઝાયલો એસયૂવીમાં આવ્યા અને બસને લઈ ગયા. મળતી જાણકારી મુજબ, બસને હાઇજેક કરનારાઓએ ડ્રાઇવર અને કંડક્ટરને ઢાબા પર ખાવાનું ખવડાવ્યું અને 300 રૂપિયા પણ આપ્યા. જોકે, બસના લોકેશન વિશે કોઇ જાણકારી નથી મળી.
Three people from Gwalior filed a complaint today that the bus they were travelling in from Gurgaon to Panna was overtaken & seized by members of a finance company, that apparently financed the bus. A case is being registered, we're investigating the matter: Bablu Singh,Agra SSP pic.twitter.com/sa0PyoZKUP
બીજી તરફ, સમાચાર બહાર આવ્યા બાદ પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે બસ માલિકે લોનના હપ્તા નહોતા ચૂકવ્યા. ત્યારબાદ ફાઇનાન્સ કંપનીના કર્મચારી ડ્રાઇવર અને કંડક્ટરને ઉતારી મુસાફરો ભરેલી બસને લઈને જતા રહ્યા. પોલીસ મુજબ, ડ્રાઇવર અને કંડક્ટરરે જણાવ્યું કે, ચાર લોકો હતા જે પોતાને ફાઇનાન્સ કંપનીના કર્મચારી કહી રહ્યા હતા. જોકે, પોલીસ પાકાપાયે એ નથી જણાવી શકે કે જે લોકો બસને લઈને ગયા છે કે તેઓ બદમાશ છે કે પછી ફાઇનાન્સ કંપનીના કર્મચારી.
હાઇજેક બસને લઈને હાલ પોલીસની પાસે કોઈ જાણકારી નથી. તેઓ ડ્રાઇવર એન કંડક્ટરના નિવેદનના આધારે કાર્યવાહી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ પોલીસનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે, આ બધાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે જો હાઇજેક કરનારા ફાઇનાન્સ કંપનીના કર્મચારી છે તો આ અધિકાર તેમ ને કોણે આપ્યો કે મુસાફરો ભરેલી બસને આ રીતે પોતાની સાથે લઈ જાય. હજુ સુધી મામલામાં બસ માલિક સાથે વાતચીત નથી થઈ શકી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર