હિમાંશુ ત્રિપાઠી, આગ્રાઃ તાજ નગરી આગ્રા (Agra)માં ચાર લૂંટારૂઓએ ઈન્ડિયન ઓવરસીઝ (Indian Overseas Bank) બેંકના સ્ટાફને બાથરૂમમાં બંધ કરીને લગભગ 87 લાખ રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ શહેરમાં ઉહાપોહ થઈ ગયો. હરકતમાં આવેલી પોલીસ (Police)એ લૂંટારૂઓને પડવા માટે ગ્વાલિયર પોલીસના અધીકારીઓ સાથે વાત કરી. વાતચીત બાદ ગ્વાલિયરમાં પોલીસનું ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. બીજી તરફ લૂંટના મામલામાં બેંકની મોટી બેદરકારી સામે આવી છે. પોલીસ અધિકારીઓ મુજબ બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ તૈનાત નહોતો. સાંજે 5 વાગ્યાની આસપાસ જ્યારે આ ઘટના બની તે સમયે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી.
લૂંટારૂઓએ બેંક સ્ટાફને બાથરૂમમાં પૂરીને કર્યો હાથ સાફ
લગભગ 57 લાખ એકત્ર કર્યા બાદ હથિયારોથી સજ્જ લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓને એક-એક કરીને બાથરૂમમાં બંધ કરી દીધા. ત્યારબાદ રૂપિયાથી ભરેલી બેગ લઈને ચારે લૂંટારૂ બે બાઇક પર સવાર થઈને ભાગી ગયા. કારણ કે બેંક સ્ટાફ બાથરૂમમાં કેદ હતો તેથી સમયસર પોલીસની કાર્યવાહી ન થઈ શકી. જ્યાં સુધી પોલીસને બેંકમાં લૂંટની જાણ થઈ ત્યાં સુધીમાં લૂંટારૂ ભાગી ચૂક્યા હતા.
Agra: Four persons looted nearly Rs 56 lakhs from Indian Overseas Bank at Rohta, yesterday
SSP Agra said, "10 teams constituted to locate the accused, further investigation underway." pic.twitter.com/HPE4b6EBAS
પ્રારંભિક તપાસમાં જ્યારે બેંક અધિકારીઓ સાથે પોલીસે વાત કરી તો સૌથી ચોંકાવનારી વાતનો ખુલાસો થયો કે બેંકમાં સુરક્ષા માપદંડોની અનુસરવામાં નહોતા આવ્યા. નિયમ મુજબ બેંકમાં સુરક્ષા ગાર્ડની તૈનાતી હોવી જોઈએ, પરંતુ બેંકમાં કોઈ સુરક્ષા ગાર્ડ તૈનાત નહોતો. બેંકમાં મોટી લૂંટની ઘટના બાદ આગ્રામાં હોબાળો થઈ ગયો છે. શહેરના રસ્તાઓ પર અનેક સ્થળે પોલીસ જોવા મળી રહી છે. પોલીસ અધિકારીઓનો દાવો છે કે ટૂંક સમયમાં આ મોટી લૂંટનો ખુલાસો કરી દેવામાં આવશે. આ પણ વાંચો, શરૂ કરો આ જોરદાર નફો આપતો બિઝનેસ, દર વર્ષે થશે 9 લાખ સુધીની આવક..!
" isDesktop="true" id="1055477" >
લૂંટારૂઓને પકડવા 10 ટીમોની રચના
એડીજી અજય આનંદ, આઇજી સતીશ ગણેશ, એસએસપી બબલૂ કુમારે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. એડીજી અજય આનંદે જણાવ્યું કે બેંક લૂંટ મામલામાં પોલીસની 10 ટીમોની બનાવવામાં આવી છે. તમામ ટીમો અલગ-અલગ સ્થળોએ રવાના કરી દેવામાં આવી છે. આગ્રા શહેરમાં તમામ ચાર રસ્તા પરના સીસીટીવી ફુટેજની મદદ લેવામાં આવી રહી છે. ગ્વાલિયર માર્ગ પર બેંકમાં લૂંટ કરીને અપરાધીઓએ પોલીસને મોટો પડકાર આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર