Home /News /national-international /Agneepath Scheme: અગ્નિવીરોનું 4 વર્ષ સુધી થશે મૂલ્યાંકન અને ત્યારબાદ થઈ શકશે સેનામાં શામેલ : લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂ

Agneepath Scheme: અગ્નિવીરોનું 4 વર્ષ સુધી થશે મૂલ્યાંકન અને ત્યારબાદ થઈ શકશે સેનામાં શામેલ : લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂ

વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂ

Agneepath Scheme: સશસ્ત્ર સેના બળોમાં અગ્નિવીરોને શામેલ કરવામાં આવશે. અગ્નિવીરોમાં આ પ્રક્રિયા અંગે કોઈ ડર કે ભય ના રહે તે માટે લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ આ પ્રોસેસની વિગતવાર માહિતી આપી હતી.

Agnivir Scheme: વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ ન્યૂઝ 18 સાથે વાતચીત દરમિયાન અગ્નિપથ સ્કીમ (Agneepath Scheme) અંગે તમામ જાણકારી આપી હતી (Vice Chief of Army Staff Lieutenant General b. S. Raju gave the information about Agneepath Scheme). તેમણે જણાવ્યું હતું કે, અગ્નિપથ ભરતી યોજનાના માધ્યમથી શામેલ થનાર અગ્નિવીરોને ભારતીય સશસ્ત્ર બળોમાં સ્થાન આપવામાં આવશે. આ અગ્નિવીરોનું ચાર વર્ષ સુધી મૂલ્યાંકન કરવામાં આવશે.

સશસ્ત્ર સેના બળોમાં અગ્નિવીરોને શામેલ કરવામાં આવશે. અગ્નિવીરોમાં આ પ્રક્રિયા અંગે કોઈ ડર કે ભય ના રહે તે માટે લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ આ પ્રોસેસની વિગતવાર માહિતી આપી હતી.

અગ્નિવીર ચાર વર્ષમાં ખૂબ જ મહેનત કરીને ઘણું બધું શીખશે, જેથી તેમનામાં એક આત્મવિશ્વાસ ઊભો થશે. તમામ હથિયાર અને સેવાઓમાં ભરતીના પરીક્ષણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરી છે, જેનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે.

કાયમી ભરતી કરવા માટે અગ્નિવીરોની કઈ રીતે પસંદગી કરવામાં આવશે. આ સવાલના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ જણાવ્યું હતું કે, શરૂઆતના તાલીમના 6 મહિનાના સમયગાળા બાદ અગ્નિવીરનું મૂલ્યાંકન કરવામાં આવશે.

6 મહિનાના તાલીમના સમયગાળા બાદ અગ્નિવીરની ફિટનેસ, ફાયરિંગ સ્કિલ તથા માપદંડના આધાર પર અગ્નિવીરનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગ્નિવીર પ્લાટૂન કમાન્ડર, કંપની કમાન્ડર અને કમાન્ડિંગ ઓફિસર સાથે કઈ રીતે વાતચીત કરશે, આ તમામ મુદ્દાઓને લઈને અગ્નિવીરની પર્સનલ સ્કીલ પર પણ કામ કરવામાં આવશે.

એક વર્ષ બાદ તમામ બાબતોને સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. ત્યારબાદ કોઈપણ પ્રકારનો માનવીય હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. બીજા અને ત્રીજા વર્ષના અંત બાદ આ પ્રક્રિયા ફરી અપનાવવામાં આવશે અને ચાર વર્ષ બાદ આ ડેટાને એકસાથે રાખવામાં આવશે અને ત્યાર બાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જેથી કહી શકાય કે, સર્વશ્રેષ્ઠ સૈનિકોની પસંદગી કરવામાં આવી છે.

લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ કહ્યું કે, તેમના તાલીમના સમયગાળા દરમિયાન અગ્નિવીરોને કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેમને પ્રદર્શન કરવાની એક તક આપવામાં આવશે.

આ તમામ સમયગાળાને મૂલ્યાંકન અવધિમાં શામેલ કરવામાં આવશે. જેમાં તાલીમનો સમયગાળો મૂલ્યાંકનનો સમયગાળો તથા અન્ય વેઈટેજ શામેલ છે.

મહિલાઓને અગ્નિવીર તરીકે શામેલ કરવા અંગે પણ લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મહિલાઓને અગ્નિપથ યોજના હેઠળ સેના (CMP)માં શામેલ કરવામાં આવશે. અન્ય ભરતીઓની જેમ શરૂઆતની બેચથી જ CMPમાં પણ બે વર્ષથી ભરતી અટકી ગઈ છે.

તાલીમ માટે ચાર વર્ષ તાલીમનો સમયગાળો પૂરતો છે


લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ સૈનિકોને તાલીમ આપવા અંગે જણાવ્યું કે, તાલીમ માટે ચાર વર્ષનો સમયગાળો ખૂબ જ લાંબો છે.

અગ્નિવીરોને છ મહિના સુધી તાલીમ આપવામાં આવશે. આવશ્યકતા અનુસાર બટાલિયન કમાન્ડર તમામ અગ્નિવીરોને વિશિષ્ટ કૌશલ્ય પ્રદાન કરવા માટે યોગ્ય તાલીમ આપવામાં આવશે.

અગ્નિવીરોને પર્યાપ્ત તાલીમ આપવામાં આવશે, જેથી બટાલિયનની જરૂરિયાતનો પૂર્ણ કરી શકાય. ભવિષ્યમાં આ જ અગ્નિવીર યુદ્ધ લડવા માટે સક્ષમ બની જશે. ચાર વર્ષ બાદ અગ્નિવીર વધુ કુશળ બની શકશે.

ચાર વર્ષ દરમિયાન અપસ્કિલિંગ કરવામાં આવશે. ઈન્સ્ટ્રક્ટર બનવા માટેની તાલીમ ચાર વર્ષ બાદ આપવામાં આવશે.

પ્રોજેક્ટને નિયંત્રિત તરીકે શરૂ કરવામાં આવી રહ્યો છે


લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ કહ્યું કે, અગ્નિપથ યોજનાને ખૂબ જ નિયંત્રિત રૂપે શરૂ કરવામાં આવી રહી છે, જેથી તે ભવિષ્યમાં પાયલોટ પ્રોજેક્ટ પણ બની શકે છે.

જેમાં યોજનાનું યોગ્ય આકલન કરવામાં આવશે અને જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરવામાં આવશે. તાત્કાલિક કોઈપણ ફેરફારની જરૂરિયાત નથી. ભવિષ્યમાં યોજનામાં ફેરફાર થઈ શકે છે.

યોજનાનો ખર્ચ


જનતા આ યોજનાનો વિરોધ કરી રહી છે. તેમ છતાં દર વખતની જેમ આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો સશસ્ત્ર બળમાં શામેલ થવા માટે આવશે. આ સમગ્ર યોજનાને સારો અને સકારાત્મક પ્રતિસાદ મળશે.

નાણાંકીય ખર્ચની જગ્યાએ આ યોજનામાં માનવબળ, યંગ વ્યક્તિઓ, પસંદગી પ્રક્રિયા, તાલીમ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ તાત્કાલિક કોઈપણ પ્રકારનો ખર્ચ કરવામાં નહીં આવે. સેનામાં તાલીમ ક્ષમતા ખૂબ જ અધિક છે.

છ અથવા સાત વર્ષ બાદ તાલીમની ક્ષમતા વધારવાની જરૂરિયાત હોઈ શકે છે. પરિસ્થિતિના આધાર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો થઈ શકે છે.

માનવબળમાં ઘટાડો


લેફ્ટનન્ટ જનરલ બી.એસ રાજૂએ જણાવ્યું કે, આ યોજનાથી માનવબળમાં વધારો થશે.

છેલ્લા બે વર્ષથી કોઈ ભરતી કરવામાં આવી નથી, જેનાથી ભારતીય સેના નબળી પડી ગઈ છે. એક્ઝિટ પોલિસી સાથે વધુ માત્રામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. જેની ભારતીય સેના પર અસર થશે. જેમ જેમ ભારતીય સેના આગળ વધશે, તેમ તેમ સેના એક ઉચ્ચ સ્તર પર પહોંચી જશે.

અગ્નિવીર સ્કીલ સર્ટીફિકેટ


ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેનામાં શામેલ થનાર તમામ કાર્યક્રમોમાં એક સર્ટીફિકેટ આપવામાં આવશે, જે તેમને ડિગ્રી કોર્ષ માટે મદદરૂપ થશે.

અગ્નિવીર સેનામાં કાર્યકાળ દરમિયાન અગ્નિવીરોને ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવશે. જેનાથી તેઓ ખૂબ જ ઓછા સમયગાળામાં ગ્રેજ્યુએટ થઈ શકે છે.

આ યોજનાથી યુવાઓ ચાર વર્ષ સુધી સશસ્ત્ર બળમાં શામેલ થઈ શકશે. સેનામાં ભરતી થઈને તેઓ રાષ્ટ્રની સેવા કરી શકશે.

આ કાર્યકાળ દરમિયાન તેમને પગાર પણ આપવામાં આવશે. ચાર વર્ષ બાદ અગ્નિવીરોને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. ભવિષ્યમાં તેઓ કરિઅરની પસંદગી પણ કરી શકશે.
First published:

Tags: Agnipath, Agniveer scheme

विज्ञापन