નવી દિલ્હી : અગ્નિપથ સૈન્ય ભરતી યોજનાના (Agnipath Scheme)વિરોધમાં આજે કેટલાક સંગઠનોએ ભારત બંધની (bharat bandh)જાહેરાત કરી છે. તેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારોએ સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે. RAF અને GRP ને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. સુરક્ષા બળોને હિંસા કરનાર પ્રદર્શનકારીઓ સામે સખત પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે. હિંસા કરનાર સામે સંગીન કલમો અંતર્ગત કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. ભારત બંધ દરમિયાન દરેક ગતિવિધિની સફળતાપૂર્વક નજર રાખવામાં આવશે. જે અંતર્ગત મોબાઇલ, કેમેરા, સીસીટીવીથી હિંસા કરનાર સામે ડિજિટલ સાબિતી ભેગી કરાશે.
ભારત બંધના કારણે ટ્રેન રદ થવાથી ગોરખપુર રેલવે સ્ટેશન પર યાત્રી પરેશાન છે. 3-4 કલાકથી યાત્રીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. ઘણા યાત્રીઓનું કહેવું છે કે કાલે રાત્રે જ્યારે તેમણે ટ્રેનનું સ્ટેટસ ચેક કર્યું તો તેમાં કેંસિલેશન બતાવી રહ્યું નથી. આજે જ્યારે સ્ટેશન પહોંચ્યા તો ખબર પડી કે ટ્રેન રદ છે.
જંતર-મંતર પર કોંગ્રેસ નેતા કરી રહ્યા છે સત્યાગ્રહ
દિલ્હીમાં જંતર-મંતર પર કોંગ્રેસ અગ્નિપથ યોજના સામે સત્યાગ્રહ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગે, સલમાન ખુર્શીદ, કે. સુરેશ, વી.નારાયણસામી સહિત અન્ય કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને ઇડીના સમન્સ અને અગ્નિપથ યોજના સામે જંતર મંતર પર સત્યાગ્રહ કરી રહ્યા છે.
#WATCH | Heavy traffic at Noida-Delhi Link Road at Chilla border due to security checks by UP Police in wake of Bharat Bandh against #AgnipathScheme
ADCP Noida, Ranvijay Singh says, "We're ensuring that no protester can pass through here, we're coordinating with Delhi Police." pic.twitter.com/SczgaxTn3W
હરિયાણા રાજ્યની ફરિદાબાદ પોલીસે ભારત બંધને ધ્યાનમાં રાખીને શહેરમાં કાનૂન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 2000થી વધારે પોલીસકર્મીઓની તૈનાતી કરી છે. અસામાજિક તત્વો પર નજર રાખવા માટે 12 પોલીસ બ્લોક લગાવ્યા છે અને વીડિયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હરિયાણા તે રાજ્યોમાં સામેલ છે જ્યાં અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ પ્રદર્શન થયા છે.
ઇન્ડિયન એરફોર્સમાં 24 જૂનથી શરૂ થશે અગ્નિવીરોની ભરતી
આ દરમિયાન વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આ જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે કે ભરતી માટે ઉંમરને સંશોધિત કરીને 23 વર્ષ કરી દેવામાં આવી છે. જેનાથી યુવાઓને લાભ મળશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરુ થશે.
અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શન
સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર