Home /News /national-international /Agnipath Scheme Protest Live : અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ પ્રદર્શન, હૈદરાબાદમાં પોલીસ ફાયરિંગમાં એકનું મોત, બિહારમાં ડિપ્ટી સીએમના નિવાસસ્થાન પર પત્થરમારો

Agnipath Scheme Protest Live : અગ્નિપથ યોજના સામે હિંસક વિરોધ પ્રદર્શન, હૈદરાબાદમાં પોલીસ ફાયરિંગમાં એકનું મોત, બિહારમાં ડિપ્ટી સીએમના નિવાસસ્થાન પર પત્થરમારો

બિહારમાં અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના કારણે ટ્રેનની સેવાઓ પર ઘણી અસર પડી છે

Agnipath Scheme - સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme)સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે

નવી દિલ્હી : સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme)સામે બિહારમાં હિંસક વિરોધ પ્રદર્શન ( Agnipath Scheme Protest)થઇ રહ્યા છે. હિંસક પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને (Indian Railway)મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે.

બેકાબૂ હિંસક પ્રદર્શનને જોતા બિહારના ગૃહ વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રેલવે એસપી, જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક જેવા આલાઅધિકારીઓને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. બિહારમાં હિંસક પ્રદર્શનના મામલે અત્યાર સુધી 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 24થી વધારે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.



ડિપ્ટી સીએમ રેણુ દેવીના નિવાસસ્થાને પત્થરમારો

ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રેલવેને નિશાન બનાવ્યા પછી હવે ભાજપા નેતાઓને ટાર્ગેટ કર્યા છે. શુક્રવારે બેતિયામાં બિહારના ઉપ મુખ્યમંત્રી રેણુ દેવી અને બિહાર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલના ઘરને નિશાન બનાવ્યા છે. ઉગ્ર ભીડે ડિપ્ટી સીએમ રેણુ દેવીના નિવાસસ્થાને પત્થરમારો કર્યો હતો. ઘટના સમયે તે ઘરમાં ઉપસ્થિત ન હતા. પ્રદર્શનકારીઓએ સંજય જાયસ્વાલના ઘરે અચાનક હુમલો કર્યો હતો. સંજય જાયસ્વાલના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી. સૂચના મળવા પર પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ઘસેડ્યા હતા. હુમલો થયો તે સમયે સંજય જાયસ્વાલ પોતાના ઘરમાં જ હાજર હતા.

આ પણ વાંચો -  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઇ અગ્રસેનના સ્થળો પર CBI ના દરોડા

સરકારની આ યોજના સામે હરિયાણામાં પણ ઘણા જિલ્લામાં યુવાઓએ પ્રદર્શન કર્યું છે અને હાઇવે જામ કર્યો છે. આ સિવાય રેલવે ટ્રેક ઉપર પણ વિધ્ન ઉભા કર્યા છે. જાણકારી પ્રમાણે અગ્નિપથ યોજનાને લઇને હિસારમાં યુવાઓમાં રોષ છે. યોજનાના વિરોધમાં હિસારમાં સેકડો યુવાનો રસ્તા પર ઉતર્યા છે. હરિયાણાના ઘણા જિલ્લામાંથી ભરતી માટે યુવાનો હિસારમાં ટ્રેનિંગ લે છે.



બિહારમાં અગ્નિપથ યોજના સામે ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનના કારણે ટ્રેનની સેવાઓ પર ઘણી અસર પડી છે. ઘણી ટ્રેન સેવા બાધિત બની છે. બિહારના દાનાપુર રેલ મંડલના ડીઆરએમ પ્રભાત કુમારે જણાવ્યું કે વિદ્યાર્થીઓના ઉગ્ર પ્રદર્શનને જોતા 5 ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત 55 ટ્રેનોને રદ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધિત ચિંતાને ધ્યાનમાં રાખી 100થી વધારે રુટોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
First published:

Tags: Agnipath, Protest