Home /News /national-international /Myths and Facts of Agnipath Scheme: આ રહ્યા અગ્નિપથ વિશે ભ્રમ અને તથ્યો, જાણો આપને મુંજવતા તમામ સવાલોના જવાબ

Myths and Facts of Agnipath Scheme: આ રહ્યા અગ્નિપથ વિશે ભ્રમ અને તથ્યો, જાણો આપને મુંજવતા તમામ સવાલોના જવાબ

આ રહ્યા અગ્નિપથ વિશે ભ્રમ અને તથ્યો અને મુંજવતા સવાલ

Agnipath Scheme Details of in Gujarati: અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની એક નવી યોજનાની જાહેરાત કરવા માટે તૈયાર છે. જે હેઠળ યુવકો ત્રણ વર્ષની અવધિ માટે સેનામાં સામેલ થશે અને દેશની સેવા કરશે. ઉચ્ચ સરકારી સૂત્રોએ જાણકારી આપી કે યુવા અગ્નિપથ પ્રવેશ યોજનાના માધ્યમથી સેનામાં પ્રવેશ કરશે અને સેનામાં પોતાના કાર્યકાળ દરમિયાન અગ્નિવીર તરીકે જોડાશે.

વધુ જુઓ ...
    Myths and Facts of Agnipath Scheme સંરક્ષણ દળોનો ખર્ચ અને ઉંમર પ્રોફાઇલને ઓછી કરવાની દિશામાં સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની એક નવી યોજનાની જાહેરાત કરવા માટે તૈયાર છે. જે હેઠળ યુવકો ત્રણ વર્ષની અવધિ માટે સેનામાં સામેલ થશે અને દેશની સેવા કરશે. ઉચ્ચ સરકારી સૂત્રોએ જાણકારી આપી કે યુવા અગ્નિપથ પ્રવેશ યોજનાના માધ્યમથી સેનામાં પ્રવેશ કરશે અને સેનામાં પોતાના કાર્યકાળ દરમિયાન અગ્નિવીર તરીકે જોડાશે.

    અગ્નિવીર'ની કારકિર્દીની ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે ત્રણ-વર્ષીય અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ શરુ કરવાની જાહેરાત કરી છે. બુધવારે આ અંગેની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નૂ) દ્વારા તૈયાર કરવામાં આવનાર ડિગ્રી પ્રોગ્રામને રોજગાર અને શિક્ષણ માટે ભારત અને વિદેશમાં માન્યતા આપવામાં આવશે. આજે આ લેખમાં અમે તમને અગ્નિપથ પ્રોગ્રામ સાથે જોડાયેલા કેટલીક ખોટી માન્યતાઓ અને સત્ય સાથે અવગત કરાવીશું. તમામ માહિતી માટે આર્ટિકલ અંત સુધી વાંચો.

    આ પણ વાંચો: Agnipath Scheme Protest:'અગ્નિપથ યોજના' પર વિદ્યાર્થીઓ ભડક્યા, બસોમાં તોડફોડ કરી દર્શાવ્યો વિરોધ

    ભ્રમ: અગ્નિવીરોનું ભવિષ્ય અસુરક્ષિત છે


    હકીકત: જેઓ એન્ટરપ્રિન્યોર બનવા ઈચ્છે છે - તેઓને નાણાંકીય પેકેજ અને બેંક લોન યોજના મળશે.
    આગળ અભ્યાસ કરવા ઈચ્છતા લોકો માટે- તેમને ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર અને વધુ અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ આપવામાં આવશે.
    નોકરી મેળવવા ઈચ્છતા લોકો માટે તેમને CAPF અને રાજ્ય પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે.
    તેમના માટે અન્ય ક્ષેત્રોમાં પણ અનેક રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે.

    ભ્રમ: અગ્નિપથના પરિણામે યુવાનો માટે તકો ઘટશે


    હકીકત: યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા કરવાની તકો વધશે. આગામી વર્ષોમાં અગ્નિવીરોની ભરતી સશસ્ત્ર દળોમાં વર્તમાન ભરતી કરતાં ત્રણ ગણી હશે.

    ભ્રમ: રેજિમેન્ટલ બોન્ડિંગને અસર થશે


    હકીકત: રેજિમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. અસલમાં તે વધુ સારી બનશે, કારણ કે તેનાથી શ્રેષ્ઠ અગ્નિવીરોની પસંદગી કરવામાં આવશે, જે એકમની સુસંગતતાને વધુ વેગ આપશે.

    ભ્રમ: આનાથી સશસ્ત્ર દળોની અસરકારકતાને નુકસાન થશે


    હકીકત: મોટાભાગના દેશોમાં આવી ટૂંકાગાળાની ભરતી પ્રણાલી અસ્તિત્વમાં છે અને તેથી તે પહેલાથી જ પરીક્ષણ કરવામાં આવી છે અને યુવા અને ચપળ સૈન્ય માટે શ્રેષ્ઠ અભ્યાસ તરીકે ગણવામાં આવે છે.
    પ્રથમ વર્ષમાં ભરતી કરવામાં આવનાર અગ્નિવીરોની સંખ્યા સશસ્ત્ર દળોના માત્ર 3% જેટલી જ હશે.
    વધુમાં ચાર વર્ષ પછી સૈન્યમાં પુનઃ સામેલ થતાં પહેલાં અગ્નિવીરોની કામગીરીનું પરીક્ષણ કરવામાં આવશે. આથી સેનાને સુપરવાઇઝરી રેન્ક માટે ટેસ્ટેડ એન્ડ ટ્રાઈડ કર્મચારીઓ મળશે.

    ભ્રમ: 21 વર્ષની વયના લોકો અપરિપક્વ અને સેના માટે અવિશ્વસનીય છે


    હકીકત: વિશ્વની મોટાભાગની સેનાઓ તેમના યુવાનો અને આ જ વયના લોકો પર નિર્ભર છે.
    કોઈપણ સમયે તમે એ વસ્તુ ચોક્કસથી જોઈ શકશો કે કોઈ સ્થળે અનુભવી લોકો કરતાં વધુ યુવાનોની સંખ્યા વધારે હશે. વર્તમાન યોજના માત્ર 50%-50%નું યોગ્ય મિશ્રણ લાવશે, જે યુવાનો અને અનુભવી સુપરવાઇઝરી રેન્ક માટે રહેશે..

    ભ્રમ: અગ્નિવીર સમાજ માટે ખતરો બનશે અને આતંકવાદીઓ સાથે જોડાશે


    હકીકત: આ ભારતીય સશસ્ત્ર દળોની નૈતિકતા અને મૂલ્યોનું અપમાન છે.
    જે યુવાનોએ ચાર વર્ષ સુધી યુનિફોર્મ પહેર્યો છે, તેઓ જીવનભર દેશ માટે પ્રતિબદ્ધ રહેશે.
    અત્યારે પણ હજારો સશસ્ત્ર દળોમાંથી કૌશલ્ય વગેરે સાથે નિવૃત્ત થાય છે, પરંતુ તેઓ રાષ્ટ્રવિરોધી દળોમાં જોડાયા હોય તેવા કોઈ કિસ્સાઓ આજદીન સુધી સામે આવ્યા નથી.

    ભ્રમ: ભૂતપૂર્વ સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે કોઈ પરામર્શ નથી


    હકીકત: છેલ્લા બે વર્ષથી સેવા આપતા સશસ્ત્ર દળોના અધિકારી સાથે વ્યાપક પરામર્શ કરવામાં આવ્યો છે.
    આ દરખાસ્ત લશ્કરી અધિકારીઓ દ્વારા બનાવવામાં આવી છે. વિભાગ પોતે આ સરકારની રચના છે, તેથી આવું કહેવું સાવ ખોટું છે.
    ઘણા ભૂતપૂર્વ અધિકારીઓએ યોજનાના ફાયદાઓને ઓળખ્યા છે અને તેનું સ્વાગત કર્યું છે.

    આ પણ વાંચો: Monsoon theme baby Photoshoot: વરસાદી માહોલમાં નાના ભૂલકાંઓનું આ રીતે કરો ફોટોશુટ, આ રહી એક્સપર્ટ ટિપ્સ

    દેશની તમામ મોટી શૈક્ષણિક સંસ્થાઓએ ડિગ્રી કોર્ષને આપી માન્યતા


    આર્મી, નેવી અને એરફોર્સ આ યોજનાના અમલીકરણ માટે ઇગ્નૂ સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરશે. ઇગ્નૂ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી) હેઠળ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી), નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક અને નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કના ધારાધોરણોને અનુરૂપ છે. તેના માળખાને સંબંધિત નિયમનકારી સંસ્થાઓ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (એનસીવીઇટી) અને યુજીસી દ્વારા યોગ્ય રીતે માન્યતા આપવામાં આવી છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Agnipath, Agniveer scheme

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો