નવી દિલ્હી : ભારતીય થલ સેનાએ અગ્નિપથ યોજના (Agnipath Scheme)અંતર્ગત અગ્નિવીરોની ભરતી (Agniveer Recruitment)માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. જુલાઇના પ્રથમ સપ્તાહથી અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થશે. રેલી ભરતી વિશે બધી ડિટેલ જલ્દી જ ભારતીય સેના પોતાની આધિકારિક વેબસાઇટ પર અપલોડ કરશે.
ભારતીય સેનામાં (Indian Army)ભરતીની વેબસાઇટ (https://joinindianarmy.nic.in/index.htm) પર અગ્નિવીરના રુપમાં ભરતી માટે પાત્રતા માપદંડ બતાવવામાં આવ્યા છે. તે પ્રમાણે અગ્નિવીરોની જનરલ ડ્યુટી, ટેકનિકલ, એવિએશન એન્ડ એમ્યુનિશન એક્ઝામિનર, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર, અગ્નિવીર ટ્રેડ્સમેન પદો પર ભરતી કરવામાં આવશે. આ બધા માટે ઉંમર 17.5 વર્ષથી લઇને 23 વર્ષ સુધી રહેશે. બતાવવામાં આવ્યું છે કે 2022-23 માટે ઉપલી વય મર્યાદામાં બે વર્ષની છૂટ આપવામાં આવી છે. આ છૂટ ફક્ત આ વર્ષે એક જ વર્ષ માટે મળશે.
આ પદો માટે શૈક્ષણિક યોગ્યતા
અગ્નિવીર જનરલ ડ્યૂટી - 45 પર્સેન્ટ માર્ક્સ સાથે 10 પાસ હોવું જરૂરી છે. દરેક સબ્જેક્ટમાં 33 પર્સેન્ટ નંબર હોવા જોઈએ. ગ્રેડિંગ સિસ્ટમ વાળા બોર્ડના સ્ટૂડન્ટ્સને ઓવરઓલ સી2 ગ્રેડ હોવો જોઈએ. સબ્જેક્ટમાં ઓછામાં ઓછો ડી ગ્રેડ (33-40 ટકા) નંબર જરૂરી છે.
અગ્નિવીર ટેકનિકલ, એવિએશન, એમ્યુનિશન એક્ઝામિનર - આ પદ પર ભરતી માટે સાયન્સમાં 10+2 પાસ હોવું જરૂરી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશમાં ઓછામાં ઓછા 50 ટકા નંબર હોવા જોઈએ. દરેક સબ્જેક્ટમાં 40 ટકા માર્ક્સનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે. જો આ ના હોય તો કોઇના કોઇ અન્ય રાજ્યથી માન્યતા પ્રાપ્ત બોર્ડ, સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ કે ઓપન સ્કૂલ NIOS થી 10+2 અભ્યાસ કે પછી ITI થી ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ કર્યો હતો તો તે પણ આ પદ માટે માન્ય રહેશે. આઈટીઆઈનો આ કોર્સ સંબંધિત ફિલ્ડમાં NSQF લેવલ 4 કે તેનાથી ઉપરનો હોવો જોઈએ.
અગ્નિવીર ક્લાર્ક કે સ્ટોર કીપર - આ પદ માટે કોઇપણ સ્ટ્રીમ જેવા આર્ટ્સ, કોમર્સ કે સાયન્સમાં 10+2 કે ઇંટરમીડિએટની શૈક્ષણિક યોગ્યતા રાખવામાં આવી છે. આ માટે 60 ટકા નંબર અને દરેક સબ્જેક્ટમાં ઓછામાં ઓછા 50 ટકા નંબરોની શરત રાખવામાં આવી છે. આ સિવાય 12 ધોરણમાં ઇંગ્લિશ, મેથ્સ, એકાઉન્ટ્સ, બુક કિપિંગમાં 50 ટકા નંબર અનિવાર્ય છે.
અગ્નિવીર ટ્રેડ્સમેન (10 પાસ) - 10 પાસ હોવો જોઈએ. ટોટલ નંબરની કોઇ બાધ્યતા નથી. જોકે દરેક સબ્જેક્ટમાં 33 ટકા માર્ક્સ જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર