Home /News /national-international /

Agnipath Scheme : નારાજ યુવાનોને સરકારે આપી મોટી રાહત, 'અગ્નિવીર' માટે કર્યા 3 મોટા ફેરફારો

Agnipath Scheme : નારાજ યુવાનોને સરકારે આપી મોટી રાહત, 'અગ્નિવીર' માટે કર્યા 3 મોટા ફેરફારો

અગ્નિપથ યોજનાના નિયમમાં ફેરફાર

Agnipath Scheme : નારાજ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે (Central Goverment) અગ્નિપથ યોજનાને લઈને કેટલાક ફેરફારો અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (rajnath singh) શનિવારે એક પ્રસ્તાવને મંજૂરી આપી છે

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા અગ્નિપથ યોજના (Agnipath Scheme) ની જાહેરાત બાદથી આ યોજનાને લઈને સતત હિંસક વિરોધ થઈ રહ્યો છે. વાસ્તવમાં, આ યોજના દ્વારા સરકાર દેશના યુવાનોને ભારતીય સેના (Indian Army) માં સેવા કરવાની તક આપી રહી છે, પરંતુ વિરોધ આ યોજના સાથે જોડાયેલા નિયમો અને શરતોનો થઈ રહ્યો છે. વાસ્તવમાં, અગ્નિપથ યોજના હેઠળ, યુવાનોને 4 વર્ષ સુધી સેનામાં સેવા કરવાની તક મળશે અને આ સમયગાળો પૂરો થવા પર, ભરતીના માત્ર 25 ટકા જ લોકોને નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.

    વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ યોજના હેઠળ તેઓ સેનામાં કાયમી નોકરી, ફિક્સ પગાર, પેન્શન અને અન્ય લાભોથી વંચિત રહેશે. પરંતુ સરકારે કહ્યું છે કે, અગ્નિપથ યોજના હેઠળ તેમને 4 વર્ષ માટે 11.71 લાખ રૂપિયાનું પેકેજ મળશે, તેમજ સેવા પૂરી થવા પર તેમને રાજ્ય પોલીસ અને અર્ધલશ્કરી દળોની નોકરીઓમાં પ્રાથમિકતા અને અનામત આપવામાં આવશે. નારાજ વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાને લઈને કેટલાક ફેરફારો અને મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.

    અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે હેઠળ અગ્નિવીરોને સંરક્ષણ મંત્રાલયની નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ આરક્ષણ 16 સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડ અને ડિફેન્સ સિવિલિયન પોસ્ટ્સમાં લાગુ થશે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે, અર્ધલશ્કરી દળો અને આસામ રાઈફલ્સની નિમણૂંકમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવામાં આવશે અને વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે. અગ્નિવીરોને સેનામાં તેમની 4 વર્ષની સેવા પૂરી કર્યા પછી આ લાભ મળશે.

    પ્રથમ 'અગ્નવીર' બેચ માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ

    આ સિવાય અગ્નિવીરોની પ્રથમ બેચને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને મહત્તમ વય 23 વર્ષથી વધીને 28 વર્ષ કરાશે. તો, અગ્નિપથ યોજનામાં, અગ્નિવીરોની વય મર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Agnipath, Agniveer scheme, Amit shah, Rajnath Singh

    આગામી સમાચાર