Home /News /national-international /Agnipath Scheme: બે દિવસ પછી આવશે આર્મી માટે અગ્નિપથ ભરતીનું નોટિફિકેશન, 24 જૂનથી એરફોર્સમાં ભરતી
Agnipath Scheme: બે દિવસ પછી આવશે આર્મી માટે અગ્નિપથ ભરતીનું નોટિફિકેશન, 24 જૂનથી એરફોર્સમાં ભરતી
થલ સેના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે જલ્દી ભરતી પ્રક્રિયા શરુ થવાની છે
Agnipath Scheme Protest - રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના ભારતના યુવાનોને દેશની રક્ષા વ્યવસ્થા સાથે જોડાવવા અને દેશની સેવા કરવાની એક શાનદાર તક આપે છે
નવી દિલ્હી : દેશભરમાં અગ્નિપથ યોજનાને (Agnipath Scheme) લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો ( Agnipath Scheme Protest)વચ્ચે થલ સેના (army chief)પ્રમુખ જનરલ મનોજ પાંડેએ (general manoj pande)શુક્રવારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે 2022ના ભરતી ચક્ર માટે ઉંમર વધારીને 23 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય મળ્યો છે. આ નિર્ણય આપણા ઉર્જાવાન અને દેશભક્ત યુવાઓ માટે એક તક પ્રદાન કરશે. જે કોવિડ મહામારી છતા ભરતીમાં સામેલ થવા માટે તૈયાર કરી રહ્યા હતા. જે છેલ્લા બે વર્ષમાં કોવિડના પ્રતિબંધોના કારણે પુરી થઇ શકી નથી.
થલ સેના પ્રમુખ જનરલ પાંડેએ કહ્યું કે જલ્દી ભરતી પ્રક્રિયા શરુ થવાની છે. આગામી 2 દિવસોની અંદર http://joinindianarmy.nic.in પર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આ પછી આપણી સેના ભરતી સંગઠન પંજીકરણ અને વિસ્તૃત કાર્યક્રમ જાહેર કરશે. જ્યારે સુધી ભરતી પ્રશિક્ષણ કેન્દ્રો પર જનારા અગ્નિવીરોનો સવાલ છે તો કેન્દ્રો પર આ ડિસેમ્બર (2022)થી અગ્નિવીરોની પ્રથમ બેચનું પ્રશિક્ષણ શરુ થશે. અમે આપણા યુવાનોને આહ્વવાન કરીએ છીએ કે ભારતીય સેનામાં અગ્નિવીર રુપમાં સામેલ થવાની આ તકનો લાભ ઉઠાવો.
આ દરમિયાન વાયુ સેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે આ જાહેરાત કરતા મને આનંદ થઇ રહ્યો છે કે ભરતી માટે ઉંમરને સંશોધિત કરીને 23 વર્ષ કરી દેવામાં આવી છે. જેનાથી યુવાઓને લાભ મળશે. ભારતીય વાયુ સેના માટે ભરતી પ્રક્રિયા 24 જૂનથી શરુ થશે.
#WATCH | India Air Force chief Air Chief Marshal VR Chaudhari says, "Happy to announce that the upper age limit (for recruitment) has been revised to 23 years. This will benefit the youth. The recruitment process for Indian Air Force will begin from 24th June."#Agnipathpic.twitter.com/poZubwsdtJ
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે સવારે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં યુવાઓને ભરતીની તૈયારી કરવા અને આ યોજનાનો લાભ ઉઠાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિપથ યોજના ભારતના યુવાનોને દેશની રક્ષા વ્યવસ્થા સાથે જોડાવવા અને દેશની સેવા કરવાની એક શાનદાર તક આપે છે.
અગ્નિપથ યોજના સામે વિરોધ પ્રદર્શન
સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનથઇ રહ્યા છે. પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે.
બેકાબૂ હિંસક પ્રદર્શનને જોતા બિહારના ગૃહ વિભાગે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં રેલવે એસપી, જિલ્લા કલેક્ટર, વરિષ્ઠ પોલીસ અધિક્ષક જેવા આલાઅધિકારીઓને એલર્ટ પર રહેવા કહેવામાં આવ્યું છે. બિહારમાં હિંસક પ્રદર્શનના મામલે અત્યાર સુધી 100થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 24થી વધારે લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર