નવી દિલ્હી : અગ્નિપથ યોજના (Agneepath Scheme)સામે વિરોધ પ્રદર્શન (agneepath scheme protest)પછી કેન્દ્ર સરકાર (Central Government)સહિત રાજ્યોએ અગ્નિવીરો માટે ઘણી જાહેરાતો કરી છે. આ સ્કીમ અંતર્ગત 4 વર્ષ સેનામાં સેવા આપ્યા પછી અગ્નિવીરોને કેન્દ્ર અને રાજ્યોની ઘણી નોકરીઓમાં અનામત (reservation)અને પ્રાથમિકતા આપવામાં આવશે. રક્ષા મંત્રાલયે ડિફેન્સ સેક્ટરમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગૃહ મંત્રાલયે અર્ધસૈનિક બળોની નોકરીમાં 10 ટકા રિઝર્વેશન આપવાની જાહેરાત કરી છે. આ સિવાય વિભિન્ન રાજ્યોએ પણ કહ્યું કે તે પોતાના પ્રદેશમાં પોલીસ બળ ભરતીમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે શનિવારે તે પ્રસ્તાવને મંજૂરી આપી જેમાં રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારી નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત મળશે. આ રિઝર્વેશન ભારતીય તટરક્ષક બળ અને ડિફેન્સ પોસ્ટમાં લાગુ થશે. જેમાં 16 સાર્વજનિક ક્ષેત્રોની કંપની, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રિકલ લિમિટેડ, બીઇએમએલ, બીડએલ, જીએસએલ, એમડીએલ, મિધાની અને આઈઓએલ સહિત અન્ય કંપનીઓ સામેલ છે.
જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સેસ અને અસમ રાઇફલ્સની નોકરીઓમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપી છે. પોર્ટ એન્ડ શિપિંગ મિનિસ્ટ્રી સાથે-સાથે ભારતીય નૌસેનાએ જાહેરાત કરી છે કે અગ્નિવીરોને મર્ચેટ નેવીમાં આસાની ઇંડેક્શન કરવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે અગ્નિવીરોને ભારતીય નૌસેનામાં સર્ટિફાઇડ મર્ચેન્ટ નેવીમાં મોકલવામાં આવશે અને વિભિન્ન વિભાગોમાં કેટલાક પદો પર તૈનાત કરવામાં આવશે.
અભ્યાસ માટે સ્પેશ્યલ સર્ટિફિકેટ કોર્સ
ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરેસીએ રક્ષા અધિકારીઓ સાથે ચર્ચા પછી 10 પાસ અગ્નિવીરોને આગળના અભ્યાસ માટે સ્પેશ્યલ કોર્સ ડેવલપ કરવાની જાહેરાત કરી છે. જેથી 12મું ધોરણ પાસ કરી શકે અને આગળનો અભ્યાસ ચાલું રાખી શકે. આ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા સર્ટિફિકેટ રોજગાર અને ઉચ્ચ શિક્ષા બન્ને માટે આખા દેશમાં માન્ય રહેશે. જેનાથી ફાયદો એ થશે કે અગ્નિવીરો પોતાનો આગળનો અભ્યાસ યથાવત્ રાખી શકશે. આ સિવાય શિક્ષા મંત્રાલયે અગ્નિવીરો માટે 3 વર્ષીય સ્કીલ બેસ્ડ બેચલર ડિગ્રી પ્રોગ્રામ તૈયાર કર્યો છે. જેથી સેનામાં પોતાના કાર્યકાળ દરમિયાન તે હાયર એજ્યુકેશન યથાવત્ રાખી શકે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ પ્રોગ્રામ ઇગ્નુ દ્વારા તૈયાર કરવામાં આવશે અને તેમના દ્વારા લાગુ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક સહિત કેટલાક રાજ્યોમાં સેનામાં 4 વર્ષ સેવા આપ્યા પછી અગ્નિવીરોને રાજ્ય પોલીસ બળની નોકરીમાં પ્રાથમિકતા આપવાની જાહેરતા કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર