નવી દિલ્હી : સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના (Agnipath Scheme)સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ( Agnipath Scheme Protest)થઇ રહ્યા છે. આ પ્રદર્શન જોતા ગૃહ મંત્રાલયે અગ્નિવીરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય આર્મ્સ પોલીસ ફોર્સ (CAPF) અને અસમ રાઇફલ્સની ભરતીમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે અગ્નિવીરની રૂપમાં સેવા પુરી કરનારને અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલયના મતે અગ્નિવીરોને અધિતકમ ઉંમરમાં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
યોજના સામે દેશભરમાં હિંસક પ્રદર્શન
આ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શનકારીઓ સરકારી સંપત્તિઓને નિશાન બનાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેને (Indian Railway)મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. ઘણી યાત્રી ટ્રેનોને આગના હવાલે કરી દેવામાં આવી છે. તો ઘણા રેલવે સ્ટેશનો પર તોડફોડ કરવામાં આવી છે. ઉગ્ર પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રેલવેને નિશાન બનાવ્યા પછી હવે ભાજપા નેતાઓને ટાર્ગેટ કર્યા છે. શુક્રવારે બેતિયામાં બિહારના ઉપ મુખ્યમંત્રી રેણુ દેવી અને બિહાર ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસ્વાલના ઘરને નિશાન બનાવ્યા છે. ઉગ્ર ભીડે ડિપ્ટી સીએમ રેણુ દેવીના નિવાસસ્થાને પત્થરમારો કર્યો હતો. ઘટના સમયે તે ઘરમાં ઉપસ્થિત ન હતા. પ્રદર્શનકારીઓએ સંજય જાયસ્વાલના ઘરે અચાનક હુમલો કર્યો હતો. સંજય જાયસ્વાલના ઘરની બહાર તોડફોડ કરવામાં આવી હતી. સૂચના મળવા પર પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ઘસેડ્યા હતા. હુમલો થયો તે સમયે સંજય જાયસ્વાલ પોતાના ઘરમાં જ હાજર હતા.
The Ministry of Home Affairs (MHA) decides to reserve 10% vacancies for recruitment in CAPFs and Assam Rifles for Agniveers.
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 18, 2022
અગ્નિપથ યોજનાની ખાસ વાતો
- યુવાઓની ચાર વર્ષ માટે સેનામાં ભરતી કરવામાં આવશે.
- સેનાની ચાર વર્ષની નોકરી પછી યુવાઓને ભવિષ્ય માટે બીજી તકો આપવામાં આવશે.
- ચાર વર્ષની નોકરી પછી સેના નિધિ પેકેજ મળશે.
- આ યોજના અંતર્ગત ભરતી કરવામાં આવેલા મોટાભાગના યુવાનોને ચાર વર્ષ પછી મુક્ત કરી દેવામાં આવશે. જોકે કેટલાક જવાન પોતાની નોકરી યથાવત્ રાખી શકશે.
- 17.5 વર્ષથી 21 વર્ષના યુવાઓને તક આપવામાં આવશે.
- ટ્રેનિંગ 10 સપ્તાહથી લઇને 6 મહિના સુધી રહેશે.
-10માં અને 12માં ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
જો કોઇ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઇ જાય તો તેના પરિવારજનોને સેવા નિધિ સહિત 1 કરોડ રૂપિયાથી વધારે રકમ વ્યાજ સહિત મળશે. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- જો કોઇ અગ્નિવીર ડિસેબલ થાય તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ. આ સિવાય બાકી બચેલી નોકરીનો પગાર પણ મળશે.
- આખા દેશમાં મેરિટના આધારે ભરતીઓ થશે. જે લોકો આ ભરતીમાં પસંદ થશે તેમને ચાર વર્ષ માટે નોકરી મળશે.
કેટલી રહેશે સેલેરી
રક્ષા મંત્રાલયના મતે અગ્નિપથ યોજના અંતર્ગત યુવાઓને પ્રથમ વર્ષે 4.76 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. ચોથા વર્ષ સુધી વધીને 6.92 લાખ સુધી પહોંચી જશે. આ સિવાય અન્ય રિસ્ક અને હાર્ડશિપ ભથ્થા પણ મળશે, ચાર વર્ષની નોકરી પછી યુવાઓને 11.7 લાખ રૂપિયાની સેવા નિધિ આપવામાં આવશે. જેના પર કોઇ ટેક્સ લાગશે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર